ધરમપુર પોલીસે હાથિખાના નજીક થી વરલી મટકાનો જુગાર રમાડતા એક ઈસમ સામે કરી કાર્યવાહી

0
419

ધરમપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજય ભાઈ મીઠાઠલ ભાઈ અને કોન્સ્ટેબલ રાહુલ વસંત પ્રોહીબિશન ગુન્હા ઓ અંગે પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી મળી હતી કે હાથિખાના નજીક ડી  એન પી સ્કૂલ રોડ ઉપર એક ઈસમ વરલી મટકા નો જુગાર રમાડી રહ્યો હોય બાતમી વાળી જગ્યા ઉપર પોહચી તપાસ કરતા બીલપુડી વાંકડ ફળીયા માં રહેતો જીવણ જ્વાળા ગાંવીત કેટલીક કાપલી ઓ માં આંકડા લખી રહ્યો હતો પોલીસે પંચો રૂબરૂ તેની તપાસ કરતા તેની પાસે થી અંગ જડતી માંથી રૂપિયા 5 20 તેમજ વિવિધ આંક ફરક નો જુગાર રમતા કાપલી ના આંકડા તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1520 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે જુગાર ધારા ની કલમ 12 એ મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here