ચુંટણી નજીક આવતા હવે ન દેખતા નેતા ઓ પણ માર્કેટ માં વિવિધ કાર્યક્રમો માં ફોટો પડાવવા આગળ આવી રહ્યા છે 

0
65

ચેતતા રહેવાની મતદારોએ આ  વખતે  મતદારો એ જરૂર છે સાંસદ ની ચુંટણીમાં મોદીના નામે અનેક પથ્થરો પણ તરી જશે પરંતુ તે પેહલા મતદારો વચ્ચે આખું વર્ષ નહી દેખા દેનારા રાજકીય નેતા ઓ હવે જાહેર જનતા સમક્ષ કેવી રીતે જવું તે માટે ના બહાના શોધતા થયા છે વિવિધ કાર્યક્રમો માં ક્યારે પણ નજરે નહિ પાડનારા નેતા ઓ માં જાણે હવે ચુંટણી નજીક આવતા કોઈ હોડ લાગી હોય એમ નાનામાં નાના કાર્યકમો માં હાજરી આપતા જોવા મળી રહ્યા છે 

વલસાડ જીલ્લામાં આ વખતે કોને ટીકીટ મળે તે માટે દરેક લોકો માં મુઝવણ માં છે કારણ કે વૈકુઠ નાનું છે અને ભગતડા ઝાઝા જેવો ઘાટ થયો છે વળી ભાજપ પક્ષ કોના માથે ઉમેદવારી નો કળશ ઢોળે તેના ઉપર સૌનો દારો મદાર રહેલો છે કેટલાક હજુ ચુંટણી પહેલા થી જ મંદિરો અને ભગત ભુવા પાસે ચપ્પલો ઘસી રહ્યા છે ત્યારે હવે ચુંટણી જાહેર થયા બાદ જીલ્લા ના ચર્ચામાં આવેલા ૧૨ થી વધુ નામો માંથી કોણ બાજી મારશે એ તો સમય બતાવશે પણ હાલ તો લોકો વચ્ચે ક્યારે ના જનારા નેતા ઓ પણ લોક સમૂહ વચ્ચે જઈ રહ્યા છે આવેલી તક ઝડપી લેવા મતદારો પણ આ વખતે રેડી હોવાનું જણાઈ રહ્યું છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here