ખિનુ” નવલકથાને “પ્રાઇડ ઓફ ભારત”એવોર્ડ પ્રાપ્ત થયો.

0
261
બાબુભાઈ ચૌધરી

કપરાડા તાલુકાના બાબુ ચૌધરી કૃત “ખિનુ”નવલકથાને અમરાવતી, મહારાષ્ટ્ર ખાતે પ્રાઇડ ઓફ ભારત એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

   “ખિનુ”નવલકથામાં ભારતીય ગ્રામ્ય જીવન, ગ્રામ અને સંસ્કૃતિ આધારિત વાસ્તવિક સ્થળોનું કાલ્પનિક ઘટનાઓ વણી લઈને કથા લખાયેલી છે. પ્રથમ વખત લખાયેલી આ નવલકથાને પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થવા પામ્યો છે. જે એક કપરાડા તાલુકા માટે ગૌરવની વાત ગણાવી શકાય છે.

   આ નવલકથા નેશનપ્રેસ, ફિલિપકાર્ડ અને એમેઝોન પર ઓનલાઈન ખરીદી ઉપલબ્ધ છે.

   બાબુ ચૌધરી એક યુવા લેખક અને હાલે તેમની ચારથી વધુ નવલકથા (અપ્રકાશીત) ઉપલબ્ધ છે. તેમજ દમણગંગા ટાઈમ્સમાં તેઓ “મારી બોલી મારી વાત”કોલમથી વધુ લોકપ્રિય બન્યા હતા. હાલે “સંવેદન”કોલમ નિરંતર લખતા રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here