વલસાડ જિલ્લાના સી.એચ.ઓ ની યુનિયનની મિટિંગનું આયોજન સત્સંગ હોલ નગરપાલિકા ધરમપુર ખાતે 

0
298

તારીખ 28/1/2024 ને રવિવારે ના રોજ  ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયન દ્વારા વલસાડ જિલ્લા ના સી.એચ.ઓ ની યુનિયન ની મિટિંગ નું આયોજન સત્સંગ હોલ નગરપાલિકા ધરમપુર ખાતે કરવામાં આવેલ , જેમાં ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયન ના પ્રમુખ શ્રી જયકુમાર મહેતા ,જોઈન્ટ સેક્રેટરી શ્રી જનક શર્મા અને ખજાનચી શ્રી હર્ષલભાઈ હડિયા ની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા ની યુનિયન ની ડિસ્ટ્રિક્ટ બોડી નિર્માણ કરવામાં આવ્યું, તેમજ સી.એચ.ઓ ને થઈ રહેલા તમામ પ્રશ્નો વિશે જાણવામાં આવ્યું.

જેમાં વલસાડ જિલ્લાના તમામ સી.એચ.ઓ એ હાજરી પુરાવી ને યુનિયન ને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here