કપરાડા ના મોટાપોંઢા ખાતે તા. 06 જુલાઈ મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વ. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ના જન્મ જયંતિ નિમિત્તે ભાજપ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. મોટાપોંઢા જીલ્લા પંચાયત સદસ્ય કેતનભાઈ પટેલ ની આગેવાની હેઠળ ઉપસ્થિત લોકોને વૃક્ષારોપણની જાગૃતિ માટે અપીલ કરી કોરોના કાળ દરમિયાન ઓક્સીજન નું મહત્વ સમજાવી મોટી સંખ્યામાં વૃક્ષો રોપી તેનું જતન કરવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટાપોંઢા તાલુકા પંચાયત સભ્ય જયાબેન પટેલ, કપરાડા બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ કમલેશભાઈ સોલંકી, માજી ડે. સરપંચ ગણેશભાઈ પટેલ,તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ વિજય ભાઈ ,એસ સી યુવા મોરચા ના પ્રમુખ પ્રવીણભાઈરમેશભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, ઉત્તમભાઈ પટેલ તથા શાહજી એમ.ડી સાર્વજનિક હાઈસ્કૂલ ના આચાર્ય દિનેશભાઈ ત્રિવેદી, કોલેજના ઈંચાર્જ આચાર્ય સતીશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતુ.