તૌકેત વાવાઝોડા સંદર્ભે જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.એમ.ભીમજીયાણીએ સમીક્ષા બેઠક કરી

0
149

વાવાઝોડાની સંભવિત અસરની ધ્‍યાને લઇ આજરોજ જિલ્લા પ્રભારી સચિવ કે.એમ.ભીમજીયાણીએ વલસાડ જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

તૌકેત વાવાઝોડા સંદર્ભે જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.એમ.ભીમજીયાણીએ સમીક્ષા બેઠક કરી

પ્રભારી સચિવ એ સંભવિત અસરગ્રસ્‍ત ચાર તાલુકા વલસાડ, પારડી, વાપી અને ઉમરગામના ૮૪ ગામોમાં વાવાઝોડાથી જાનમાલને નુકસાન ન થાય તે જોવા, વાવાઝોડાથી સંભવિત ગામોના લોકોને જો સ્‍થળાંતરિત કરવાના સંજોગો ઉપસ્‍થિત થાય તો તેમના માટે શેલ્‍ટર હોમમાં આશ્રયની જરૂરી આવશ્‍યક વ્‍યવસ્‍થા ઊભી કરવા જણાવ્‍યું હતું. આ અસરગ્રસ્‍તો માટે જરૂરી ફુડપેકેટની વ્‍યવસ્‍થા કરવાની રહેશે, તેમ તેમણે આ તબક્કે જણાવ્‍યું હતું. વધુમાં આ આશ્રયસ્‍થાનોમાં નોડલ ઓફિસરોને જરૂરી વ્‍યવસ્‍થા કરવા અંગેની સંબંધિત અધિકારી/ કર્મચારીઓની ડયુટીના ઓર્ડર કરવા જણાવ્‍યું હતું.

કોવિડ-૧૯ની પરિસ્‍થિતિમાં સંભવિત તાલુકામાં કોવિડ હોસ્‍પિટલો અને કોવિડ હોસ્‍પિટલોમાં પાવર સપ્‍લાયની સ્‍થિતિ ચકાસી લેવી અને પાવર સપ્‍લાય જો બંધ પડે તો તેની અનુપસ્‍થિતિમાં બેટરી, ડી.જી.જનરેટર સેટની વ્‍યવસ્‍થા ગોઠવવાની રહેશે, જેથી કોવિડ દર્દીને ને ઓક્‍સિજનનો સપ્‍લાય સતત મળતો રહે.
બેઠકમાં જિલ્લા કલેક્‍ટરશ્રી આર.આર.રાવલે જિલ્લા પ્રભારી સચિવશ્રીને વલસાડ જિલ્લામાં વાવાઝોડાની સંભવિત પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ કરેલા આયોજનની વિગતો આપી હતી. વલસાડ તાલુકાના ૧૮ ગામો, પારડી તાલુકાના પાંચ ગામો, વાપીના તાલુકાના બે ગામ અને ઉમરગામ તાલુકાના ૨૭ ગામોની વિગત, તાલુકા વાઇઝ વલસાડમાં ૧૮ પ્રા. શાળા, પારડીમાં પ શેલ્‍ટર હોમ, વાપી ૩ શેલ્‍ટર હોમ અને ઉમરગામમાં ૯૯ શેલ્‍ટર હોમ મળી કુલ ૧૨પ શેલ્‍ટર હોમની વ્‍યવસ્‍થા, કોવિડ-૧૯ દર્દીઓ માટે કોવિડના પ્રોટોકોલ મુજબ જરૂરી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ઉપરાંત સંબંધિત તાલુકાના માછીમારોને દરિયામાં ન જવા અને દરિયામાં જે ગયેલા છે તેમને પરત આવી જવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે, તેમ જણાવ્‍યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત, નિવાસી નાયબ પોલીસ અધિક્ષકશ્રી મનોજ શર્મા, જિલ્લાના પ્રાંત અધિકારીઓ તેમજ અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here