પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મલાબેન કિશોરભાઇ દેસાઈ સાયન્સ કોલેજ માં અભ્યાસ કરતા ફાઇનલ યર ના વિદ્યાર્થીઓ નું પરિણામ આજરોજ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સેમ 5 માં પ્રથમ ક્રમે કુ. દીક્ષિતા પટેલ 86.4 % સાથે
કુ. ભાવના દારોગા 83.6% સાથે બીજા ક્રમે અને કુ. હેલી પટેલ 79.1% સાથે તૃતીય ક્રમે રહ્યા હતા. આ સમગ્ર સેમ કોરોના મહામારી સાથે ઓનલાઈન રહ્યું હોય આ કપરી પરિસ્થિતિ માં પણ વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ જાળવવામાં ખૂબ જ મહેનત કરી હતી તે બદલ કોલેજ ના સર્વ સ્ટાફ મિત્રો એ અભિનંદન પાઠવ્યા હતા અને ધોરણ 12 માં જે કોલેજ માં 60 % કરતા વધુ વાળા માત્ર 3 વિદ્યાર્થીઓ હતા જે અત્યારે 40 વિદ્યાર્થીઓ થઈ ગયા છે તે ગૌરવ ની બાબત છે. આ ઉપરાંત યુનિવર્સિટી ના 75% પરિણામ ની સરખામણી માં કોલેજ નું પરિણામ 92 % રહ્યું હતું જે બદલ કોલેજ ના આચાર્યા ડો. હર્ષાવતીબેન પટેલ અને કેમ્પસ ડાયરેકટર દીપેશ શાહ ને સોસાયટી ના પ્રમુખ હેમન્ત દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોલેજ ની સ્થાપના અને તેના પરિણામ માટે કોલેજ ના દાતા સ્વ. શ્રી કિશોરભાઈ દેસાઈ દ્વારા ખુબજ ભાર મૂકવામાં આવ્યો હતો .