વલસાડ ખાતે વર્ષો થી સ્થાઈ થયેલા અનેક સિંધી સમાજના લોકો દ્વારા આજે ઝુલેલાલ મંદિર રાણા સ્ટ્રીટ ખાતે આરતી ભજન કીર્તન સહીત ના અનેક ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકો જોડાયા હતા
વલસાડ સિંધી પંચાયત દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુરુનાનક જ્યંતી ની ભવ્ય ઉજવણી ઝૂલેલાલ મંદિર ખાતે કરવામાં કરવામાં આવી હતી આજે વહેલી સવાર થી જ 9 વાગ્યે આરતી તેમજ બપોર બાદ 11 વાગ્યે ભજન કીર્તન સાથે જ બપોરે એક વાગ્યે ભોગ સાહેબ નું આયોજન કરવામાં આવ્યું હતું સિંધી પંચાયત વલસાડ ના પ્રમુખ કિશોર મુલચંદાની એ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષ થી ગુરુનાનકદેવજી ની જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવે છે આજે સમાજના લોકો એ ઉજવણી દરમ્યાન સમગ્ર દેશ અને વિશ્વ માંથી કોરોના જેવી મહામારી દૂર થાય અને દેશ માં ચાલી રહેલા આતંકવાદ દૂર થાય એવી પ્રાર્થના કરી હતી બપોર બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર માં કાર્યક્રમ ની ઉજવણી નો મુખ્ય હેતુ સમાજ ના લોકો એક જ સ્થાને એકત્ર થાય તે માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે