વાપી પાલિકાના વોર્ડ નંબર 4માં એટલે કે જલારામ મંદિર વિસ્તાર માં ચૂંટણી બહિષ્કાર ના બેનરો લાગતા ચકચાર મચી ગઇ છે કોઈ પણ ઉમેદવારો એ મત માંગવા કે પ્રચાર કરવા આવવુ નહિ જેવા બેનરો લગાવવામાં આવતા ગત ટર્મ ના પાલીકા સભ્ય એ કરેલી કામગીરી સામે પ્રજા નો રોષ જોવા મળ્યો છે જલારામ મંદિર ની દીવાલ ઉપર જાહેર માર્ગ માં બેનરો લગાવવામાં આવતા સમગ્ર બાબત ચર્ચા નો વિષય બની છે
વાપી પાલિકાની ચૂંટણી આગામી તારીખ 28 નવેમ્બર ના રોજ યોજવા જઇ રહી છે ત્યારે વાપી પાલિકામાં ભૂત પૂર્વ રહી ચૂકેલ કોર્પરેટર એ તેમના વિસ્તાર માં વિકાસ ના કામો લોકો સ્પર્શતા પાર્થમિક જરૂરિયાત ના પ્રશ્નો ઉકેલવા પ્રયાસ ન કર્યો હોય ચૂંટણી ટાણે મત લેવા આવનાર ઉમેદવારો ને સબક શીખવવા માટે વોર્ડ ના મતદારો જાગૃત બન્યા છે અને વોર્ડ માં મત લેવા કે પ્રચાર અર્થે આવવુ નહિ જેવા બેનરો લાગ્યા છે જેથી ગત ટર્મ માં રહી ચૂકેલા કૉર્પો રેટર એ કેટલા અને કેવા કામ કર્યા હશે એ તો બેનરો જ ચાડી ખાઈ રહ્યા છે