આત્મ નિર્ભર ગ્રામ યાત્રા ના ઝંડી બતાવી રથો ને રવાના કરવા માટે આવેલા પ્રભારી મંત્રી નરેશ ભાઈ ને માર્ગ માં ધૂળ ના ઉડે અને કોઈ મુશ્કેલી ના પડે એ માટે ધરમપુર વાંસદા રોડ ઉપર ટેન્કર દ્વારા સ્પેશિયલ કેસમાં પાણી નો છાંટકાવ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું સામાન્ય રીતે સ્થાનિકો દ્વારા માર્ગ ને દુરસ્ત કરવા અનેક વાર રજૂઆતો કરવામાં આવી પરંતુ તમામ રજૂઆતો તંત્ર ના બેહરા કાને અથડાઈ ને પરત થઈ છે કેટલાક લોકો રાજકારણી ઓ તો ચોમાસા પેહલા જ લોકોને લોલીપોપ આપતા જોવા મળ્યા હતા કે રોડ નું ટેન્ડરિંગ થઈ ગયું છે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે ..પણ દિવાળી ગઈ દેવ દિવાળી ગઈ પણ હજુ સુધી કોઈ એક કાંકરી નાખવા સુધ્ધાં આવ્યું નથી જો વર્ક ઓર્ડર અપાઈ ગયો હોય તો ..માર્ગ બનાવવા માટે રાહ ક્યાં મુહર્ટ ની જોવાય છે એ પ્રજા નો પ્રશ્ન છે. કે પછી સ્થાનિક નેતા ઓ નું વહીવટી કામ કરવા માટે કઈ ઉપજતું જ નથી એ સ્પષ્ટ પણે ફલિત થાય છે
ત્યારે આજે રોડ ઉપર પડેલા ખાડા ને કારણે ઊડતી ધૂળ અને રજકરણ આમ જનતા માટે ઉડે તો કોઈ વાંધો નહિ પણ કોઈ મંત્રી આવે તો ધૂળ ન ઉડવી જોઈએ આજે આસુરા ખાતે ગ્રામ યાત્રા નો પ્રારંભ કરાવવા આવેલા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી સામે રોડ પર પડેલા ખાડા તંત્ર ની લાપરવાહી ની ચાડી ન ખાય તે માટે આજે રોડ ઉપર પાણી છંટવા માટે ટેન્કરો ફેરવવા માં આવ્યા હતા અને આ બાબત કેટલાક સ્થાનિક જાગૃત લોકોએ નોંધી અને વીડિયો પણ સોસીયલ મીડિયા માં નાખી ને કટાક્ષ કર્યા હતા
ત્યારે હજુ આ માર્ગ ના નવીનીકરણ માટે ક્યાં મુહરત ની રાહ જોવાય છે કે સરપંચ ની ચૂંટણી જાહેર થયા બાદ રોડ બનાવવા ની કામગીરી શરૂ કરવામાં આવશે જેથી મતો નક્કી કરેલ પાર્ટીની ઝોળીમાં ટાર્ગેટ મુજબ લઈ શકાય પરંતુ હવે ગતકડાં ચાલે એમ નથી ..