આદિવાસી સમાજના યુવાનો માં અભ્યાસ પ્રત્યે ધગશ અને કંઈક કરી બતાવવા ની તમન્ના હંમેશા જોવા મળે છે પરંતુ પરિસ્થિતિ ને અનુકૂળ રેહતા કેટલાક કિસ્સામાં યુવક યુવતી ઓ અભ્યાસ છોડી દેવો પડતો હોય છે પરંતુ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તાર ના આવેલા ગામ માં રેહતા એક આદિવાસી પરિવાર ની દીકરી એ માત્ર 26 વર્ષની ઉંમર માં ઉચ્ચ શિક્ષણ મેળવી ને આણંદ ની સરદાર યુનિવર્સીટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ની પદવી પ્રાપ્ત કરતા પરિવાર જનો સહિત ગ્રામજનો ગર્વ ની લાગણી અનુભવી રહ્યા છે
કપરાડા તાલુકાના પાનસ ગામે રહેતા નાનુભાઈ ભગરિયા ની પુત્રી પૂનમ બેન માત્ર 26 વર્ષ ની ઉમરે પ્રોફેસર સુધીની સફર ખેડી છે પૂનમ અભ્યાસ માં ભારે હોશિયાર અને અંગ્રેજી માધ્યમ માં પોતાનો અભ્યાસ ક્રમ પૂર્ણ કર્યો છે તેણી એ પ્રથમ બી એસ સી ત્યાર બાદ એમ એસ સી (જુઓલોજી) વિષય સાથે પૂર્ણ કર્યું છે અને હાલ તેઓ પી એચ ડી માટે નો અભ્યાસ કરી રહ્યા છે સાથે જ પૂનમ દ્વારા નેશનલ કક્ષા એ લેવામાં આવતી અનેક પરીક્ષામાં સફળતા મેળવી છે પુના હોય કે દિલ્હી મહારાષ્ટ્ર દરેક જગ્યા ઉપર તે ટોપ માં રહી છે અને હાલ માં તે સરદાર પટેલ યુનિવર્સીટી આણંદમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે આજે પાનસ ગામ ખાતે યોજાયેલા રક્તદાન શીબિર માં વલસાડ જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ ગુલાબ ભાઈ રાઉત ના હસ્તે તેણી એ મેળવેલ સિદ્ધિ બદલ સાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એમના પિતા ખૂબ ગર્વ ની લાગણી અનુભવી રહ્યા હતા
મહત્વ નું છે ગ્રામીણ કક્ષા એ યુવાનોમાં પ્રતિભા રહેલી છે અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તો તેમનો ઉત્સાહ બેવડાઈ જતો હોય છે અને તેમની સાથે રહેનાર અન્ય ને પણ આગળ વધવા ની પ્રેરણા મળી રહે છે