વાપી નજીકમાં આવેલા બલીઠા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી ભંગારનાં ગોડાઉન નો ગેર કાયદેસર રીતે ધમધમી રહ્યા છે અહીં આગળ અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી રહે છે પરંતુ તેમને રોકટોક કરનાર કોઇ નથી જેના કારણે આ બધી ઓ દિન પ્રતિદિન વધતી જઇ રહી છે ત્યારે આજે બપોરે બલીઠા ખાતે આવેલા ભંગારના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચે સુધી જોવા મળી રહ્યા હતા આગે એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જોતજોતામાં ગોડાઉનની બાજુમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં પણ ઝપેટમાં લીધી હતી ગોડાઉન ની અંદર રાખવામાં આવેલા પ્લાસ્ટિકનો માલસામાન તેમજ ભંગાર આગની જ્વાળામાં બળીને ખાખ થઈ ગયો હતો આ ગોડાઉનની આગળના ભાગમાં આવેલા એક શો રૂમમાં પણ આગને પગલે દોડધામ મચી ગઇ હતી ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો
મહત્વનું છે કે વાપી વિસ્તારમાં અનેક ભંગારીયાઓ ગેરકાયદેસર રીતે ભંગાર નો ધંધો કરે છે જેમાં કેટલીક ઘેર કાયદાકીય પ્રવૃત્તિ પણ ચાલે છે પરંતુ તે પાછલે બારણે અને બંધ બારણે કરવામાં આવતી હોય તેના કારણે આવી કામગીરી બહાર આવી શકતી નથી જોકે જ્યારે પણ આગ જેવી ઘટનાઓ બને ત્યારે આવી કામગીરીઓ લોકો સમક્ષ બહાર આવતી હોય છે ત્યારે આવા ગેરકાયદેસર રીતે ગોડાઉન ચલાવનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તે સમયની માંગ છે