વલસાડ ખાતે મોડી રાત્રે 12 વાગ્યે આવતી ગુજરાત કવિન ટ્રેન ના કોચ માં નવસારી ની 19 વર્ષીય યુવતી ની લાશ ગળે ફાંસો લીધેલી હાલત માં મળી આવતા ચકચાર મચી ગઈ છે મોડી રાત્રે કોચ માં સાફ સફાઈ કરવા માટે ચડેલા સફાઈ કર્મી એ લાશ જોતા તાત્કાલિક જી આર પી એફ ને જાણકારી આપતા રેલવે પોલીસ સ્થળ ઉપર પોહચી ને તપાસ કરતા જીવન ટૂંકાવી દેનારી યુવતી માનસી શીતલા પ્રસાદ ગુપ્તા નવસારીના ભકતી નગર ખાતે રહેતી હતી અને વડોદરા ખાતે અભ્યાસ કરતી હતી તેમજ એક સામાજિક સંસ્થા માં કામ પણ કરતી હતી સંસ્થા ના કામ અર્થે મરોલી જોવાનું કહી ને ઘરે થી નીકળેલી માનસી ની લાશ ગુજરાત કવિનના ડી 12 ડબ્બા માં દુપ્પાતા વડે ગળે ફાંસો લીધેલી હાલત માં મળી આવતા તેના મોત અંગે અનેક રહસ્યો ઘેર બન્યા છે ત્યારે વલસાડ જી આર પી એ હાલ તો અકસ્માત મોત અંગે ગુન્હો દાખલ કરી ને વધુ તપાસ હાથ ધરી છે