રેસીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત નેશનલ સ્પર્ધામાં વાપીની સારસ્વત સ્કુલનો દબદબો

0
471

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ગ્રેપ્લીંગ કમિટી ઓફ ઈન્ડિયાની 1 # નેશનલ ચેમ્પિયનશીપ તા . ૨૦ થી ૨૩ ઓકટોબર ૨૦૧ દરમિયાન દિલ્હી ખાતે આયોજન થયુ હતું , જેમાં ભારતભરમાંથી વિવિધ રાજયોએ ગ્રેપ્લિંગ રમતમાં ભાગ લીધો હતો . જેમાં આપણા ગુજરાત રાજયની ટીમ પણ પસંદગી પામી હતી . આ રમતમાં ગુજરાત રાજયએ કુલ સાત મેડલ મેળવ્યા હતા . 
જેમાં બે મેડલ વલસાડ જિલ્લામાં આવેલ ‘ સારસ્વત ઈન્ટરનેશનલ એકેડમી , રાતા વાપી ’ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ અનક્રમે ( ૧ ) ક . હિમાની મુકેશભાઈ પટેલ ૪૮ કે.જી માં બ્રોન્ઝ મેડલ , ( ૨ ) સવાની ઝીલ જગદીશભાઈ ૧૧૦ કે.જી.માં બોન્ઝ મેડલ મેળવી વલસાડ જિલ્લાનું નામ સમગ્ર ભારતભરમાં ગુંજતુ કર્યું છે . અત્રે ઉલ્લેખનીય છે કે , રાજયકક્ષાની સ્પર્ધામાં પણ સારસ્વત ઈન્ટરનેશનલ એકેડમીના ૧૦ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ , ૨ વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ , ૨ વિદ્યાર્થીઓએ બોન્ઝ મેડલ મેળવેલ છે . 
દિલ્હી ખાતેની આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પણ સૌપ્રથમ બ્રોન્ઝ મેડલ મેળવીને કુ.પટેલ હિમાની મુકેશભાઈએ ગુજરાતવતી મેડલ મેળવવાની શરૂઆત કરી હતી . રેસીંગ ફેડરેશન દ્વારા આયોજીત આ ગ્રેપલીંગ રમત પણ ઓલમ્પિક રમતનો જ ભાગ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here