ધરમપુરમાં અંગદાન જાગૃતતા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો 

0
161

સમગ્ર ભારતમાં 5 લાખ કરતા વધુ લોકો કિડની હાર્ટ અને લીવર ફેલિયોર થી પીડિત છે 

અંગોની પ્રતીક્ષામાં અંગોના અભાવમાં કોઈ નું મૃત્યુ ન થાય એટલા માટે લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતતા જરૂરી છે.

વર્ષ 2020 માં લીવરની બીમારી ફેલ થઈ જતા જમને પોતે અંગદાન દ્વારા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન મેળવ્યું છે એવા દિલીપભાઈ દેશમુખ પોતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને અંગદાન અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કરી રહ્યા છે આજે ધરમપુર ખાતે આવેલ શ્રીમંત મહારાણા પ્રતાપ લાઈબ્રેરી ખાતે અંગદાન જાગૃતતા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંગદાન કોણ કરી શકે એના થી શુ ફાયદાઓ થાય છે તેમજ કિડની લીવર હાર્ટ જેમના ફેઈલ થઈ જાય છે એવા દર્દી ઓ ને જ્યારે ડોક્ટરો ટ્રાન્સપ્લાન્ટ ની વાત કરે છે ત્યારે આવા દર્દી ઓ ટ્રાન્સપ્લાન્ટ માટે અંગો ની રાહ જોતા હોય છે પણ ઓર્ગન ન મળવા થી તેઓ મોત ને ભેટે છે જેથી જો કોઈ વ્યક્તિ કે પરિવાર સંકલ્પ કરે તો ઓર્ગન મળશે ની રાહ જોઈ રહેલા મોત ની કેડી ઉપર આગળ જઈ રહેલા આવા વ્યક્તિ ઓ ને નવજીવન મળી શકે છે જો કોઈ અંગદાન જ નહીં કરે તો કિડની લીવર ફેઈલ થઈ જનારા દર્દી ઓ માટે મોત ની રાહ જોવા સિવાય બીજો કોઈ ઉપાય જ નહીં બચે ત્યારે અંગદાન અંગે લોકો જાગૃત થાય તે માટે દિલીપભાઈ દેશમુખે પોતાની આપવીતી કહી હતી તેમજ જે રીતે કિડની અને લીવર અને હાર્ટ ફેઈલ ના દર્દીઓ વધી રહ્યા છે તે ખૂબ ચિતા જનક હોવાની વાત વ્યક્ત કરી ત્યારે કોઈ અંગદાન ની રાહ જોતા મોતને ન ભેટે તે માટે લોકો માં અંગદાન નું મહત્વ સમજાવવા કાર્યક્રમ યોજાયો હતો 

દિલીપભાઈ દેશમુખે જણાવ્યું કે સમગ્ર ભારતમાં હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર પાંચ લાખ કરતાં વધુ દર્દીઓ કિડની હાર્ટ લીવર પેન ક્રિયાસ જેવી બીમારીથી પીડિત છે અને જેમને અંગદાન ની જરૂર છે પરંતુ દરેક વ્યક્તિને ઓર્ગન મળી શકે તેવી કોઈ શક્યતા જ નથી જેની પાછળનું કારણ છે કે અંગદાન અંગે હજુ પણ લોકોમાં જાગૃતતા નો અભાવ છે જે વ્યક્તિને ડોક્ટર એકવાર કહી દે કે તમારા લીવર કે કિડની ફેલ થઈ ગયા છે તમારે ટ્રાન્સપ્લાન્ટ ની જરૂર છે ત્યારે આવા વ્યક્તિ અને તેનો પરિવાર બંને મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે તેમણે ક્યાં જવું અને કોને મળવું અને ક્યાં ઓર્ગેન માટે નામ લખાવું એ તમામ પ્રક્રિયાઓ તેઓ જાણતા જ નથી

અને જ્યારે પણ ઓર્ગન મળે ત્યારે પણ એવી કોઈ શક્યતા નથી કે તેમને ચોક્કસપણે ઓર્ગન મળી જ જશે કારણ કે ઓર્ગન મળ્યા બાદ પણ દર્દીનું શરીર તેને મેળવવા માટે સક્ષમ છે કે નહીં તેના કેટલાક પેરામીટર હોય છે અને એ પેરામીટર તેમના કેટલાક ટેસ્ટ કર્યા બાદ જ નક્કી થતા હોય છે એટલે કે જ્યારે પણ કોઈનું અંગદાન થાય ત્યારે અનુદાન વખતે નીકળતા ઓર્ગન આપવા માટે ડોક્ટરો એક સાથે ચારથી વધુ જરૂરિયાત મંદ દર્દીઓને બોલાવતા હોય છે અને જેઓ મેડિકલી ફીટ હોય તેવા જ ઓર્ગન મળી શકતા હોય છે આ તમામ પ્રક્રિયાઓથી દર્દીઓને પરિવારો પણ યોગ્ય રીતે પરિચિત હોતા નથી જેના કારણે તેઓ ઘણીવાર દ્રીગામાં પણ મુકાઈ જતા હોય છે ત્યારે ઓર્ગન ડોનેશન પ્રત્યે લોકો જાગૃત થાય તે જરૂરી છે તેમણે બ્રેઇન ડેડ વ્યક્તિના ઓર્ગન ડોનેટ થાય તે માટે ખરેખર બ્રેન ડેડ વ્યક્તિ કોને કહી શકાય અને કોણ તે નક્કી કરે એ તમામ બાબત ઝીણવટ પૂર્વકની વાત કરી હતી આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર ડી સી પટેલ અને તેમના પરિવારના સભ્યો મેડિકલ સ્ટુડન્ટો એથ્લેટિક્સના યુવાનો ધરમપુરના અગ્રણીઓ શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here