વલસાડ-ધરમપુર બસ માં ભીડના ભડાકા વચ્ચે મોબાઈલ ચોરો સક્રિય 

0
148

ઓછી બસો અને સમયસર બસ ના મુકાતા મુસાફરો વધી જતાં ધક્કા ધુક્કીનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરતા ચોરો સક્રિય થયા 

વલસાડ ધરમપુર વચ્ચે  એસ ટી બસ ને બમણી આવક  છે. બસના ફેરા ઓછા મારતી હોવાના રોજિંદા મુસાફરો ના આક્ષેપ છે.એના કારણે સાંજે 6:00/ 7:30 સુધીમાં ભીડ જામતી હોય છે. એનો ફાયદો મોબાઈલ ચોર પાકીટ ચોરો ભીડના કારણે ફાયદો ઉઠાવે છે.બસ તેના નિયત સમય ઉપર ના આવતા મુસાફરો ની સંખ્યા માં વધારો થાય છે જેના કારણે જ્યારે પણ બસ ડેપો ઉપર મુકાય છે ત્યારે બસમાં બેસવા ભીડ જામેં છે અને એજ સમય નો ફાયદો ચોરો ઉઠાવે છે જેના કારણે અનેક મુસાફરોના પાકિટ અને મોબાઈલ ચોરી ની ઘટના વધી રહી છે ગત રોજ પણ એક નો મોબાઈલ ચોરી કરી એક યુવક અને યુવતી ભીડ માંથી બહાર નીકળતા સીસીટીવી માં કેદ થયેલા જોવા મળ્યા હતા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here