ગુજરાતના 5 IPSને રાષ્ટ્રપતિ મેડલ: SPGમાંબફરજ બજાવતા રાજીવ રંજન, અમદાવાદ રેન્જ IG પ્રેમવીર સિંઘ સહિત 5 અધિકારીની પસંદગી, કાલે દિલ્હીમાં મેડલ અપાશે

0
118

આવતીકાલે પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણી
થશે. ગુજરાતના પાંચ IPS અધિકારીઓ રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામ્યા છે.જેમાં વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગત, અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફીકના એડિશનલ પોલીસ સમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંઘ પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પર પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે.

રાજીવ રંજન ભગત 1998 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓનો જન્મ બિહારમાં 01/04/1968 રોજ થયો હતો. તેઓએ હિસ્ટ્રીમાં એમએ સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાત કેડરના IPS રાજીવ રંજન હાલ SPGમાં IG તરીકે ફરજ બજાવે છે.

પ્રેમવીર સિંઘ 2005ની બેચના આઇપીએસ છે. તેઓનો જન્મ 01/06/1974 રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓએ મેથ્સમાં M.Sc. સુધી અભ્યાસ કર્યો છે. અત્યારે અમદાવાદ રેન્જ આઇજી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે અને અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે.

મનિન્દર પ્રતાપસિંઘ પાવર 2005ની બેચના ગુજરાત
કેડરના આઇપીએસ છે. તેઓનો જન્મ પંજાબમાં 12- 05-1978ના રોજ થયો હતો. તેઓએ B.E (ઇલેક્ટ્રોનિક & ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન), પોસ્ટ
ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન પોલીસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.5 વર્ષ માટે ડેપ્યુટેશન પર છે.BSFમાં તેઓ DIG તરીકે ફરજ બજાવી રહ્યા છે.

રાઘવેન્દ્ર વાસ્તા 2005ની બેચના આઇપીએસ છે.
તેઓનો જન્મ ઉતરપ્રદેશમાં 16-09-1978માં થયો
હતો. તેઓએ બી.ટેક ((ECE), એમ. ટેક (IT) માસ્ટર ઇન પોલીસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.તેઓ હાલ સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પર પરત ફરેલા ગુજરાત કેડરમાં IPS અધિકારી તરીકે ફરજ બજાવે
છે.

નરેન્દ્ર ચૌધરી 2006ના આઇપીએસ છે. તેઓનો જન્મ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં 18-02-1968નારોજ થયો હતો. તેઓએ BA સુધી અભ્યાસ કર્યો છેહાલ ટ્રાફિક વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here