જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ માં ૩ જો પ્રતિષ્ઠિત શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ સમારોહ યોજાયો

0
227


મુંબઈ: પ્રતિષ્ઠિત ‘શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ્સ’ ની ત્રીજી આવૃત્તિ ૨૦ જૂન ૨૦૨૧ ના રોજ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જેબીઆઈએમએસ) દ્વારા યોજાઈ હતી. રૂ. ૧ લાખના બે મુખ્ય એવોર્ડ અને રૂ. ૫૦૦૦૦ ચાર એડહોક એવોર્ડ સહિત છ શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી., બીજા વર્ષના એમએમએસ વિદ્યાર્થીઓને તેમના પ્રથમ વર્ષના ગુણ અને તેમના પરિવારની આર્થિક સ્થિતિના આધારે તેમના શૈક્ષણિક ખર્ચ પૂરા કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેમની માતા શ્રીમતી જ્યોતિ દ્વિવેદીની યાદમાં જેબીઆઈએમએસના ૧૯૯૩ ના બેચના શ્રી નિમિષ દ્વિવેદી દ્વારા વ્યક્તિગત રીતે શિષ્યવૃત્તિની રકમ જેબીઆઈએમએસને આપવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત વ્યવસાયિક શાળામાં સ્થાપના કરવામાં આવેલી આ પ્રથમ શિષ્યવૃત્તિ છે.
બે મુખ્ય શિષ્યવૃત્તિના વિજેતાઓ વૈભવ તામ્બે અને જતીન સદ્રાણી છે. એડ-હોક શિષ્યવૃત્તિ વિજેતાઓ હેમંત આહેર, મૃણાલી બિવાલકર, દર્શ ગણાત્રા અને શૈલી કૈલ છે.
વિજેતાઓને નિમિષ દ્વારા લખાયેલ ‘માર્કેટિંગ ક્રોનિકલ્સ: એ કમ્પેન્ડિયમ ઓફ ગ્લોબલ એન્ડ લોકલ માર્કેટિંગ ઇનસાઇટ્સ ફ્રોમ પ્રી-સ્માર્ટફોન એન્ડ પોસ્ટ-સ્માર્ટફોન એરાઝ’ શીર્ષક વાળી બેસ્ટસેલર પુસ્તકની નકલ પણ ભેટ આપવામાં આવી હતી.
જેબીઆઈએમએસના નિદેશક ડો. કવિતા લગાટે (should be Laghate not Lagate as written here)જણાવ્યું કે, “સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જુદી જુદી રીતે મદદ માટે આગળ આવતાં જોઈને ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપને શરૂ કરવા બદલ શ્રી નિમિષ દ્વિવેદીની આભારી છું, જે હવે તેના ત્રીજા વર્ષમાં છે. આ શિષ્યવૃત્તિ માત્ર વિદ્યાર્થીઓને ટેકો અને ફાયદો જ નહીં, પરંતુ જયારે તેઓ તેમની કારકિર્દી બનાવે છે ત્યારે સમાજ અને તેમની સંસ્થાને કંઈક પાછું આપવાની માનસિકતા વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે .”
દાતા, નિમિષ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “પાછલા દિવસોમાં અમારી પાસે ઝૂમ નોહતું, કોઈ લેપટોપ નહોતા અને ટ્રાન્સપરન્સીસ ખરીદવા માટે પૈસા નહોતા. કેટલાક વિષયોના પાઠયપુસ્તકો વાંચવા માટે પણ અમારે મોટા પડકારોનો સામનો કરવો પડતો હતો. પરંતુ અમારી પાસે લડત અને વિજેતા ભાવના હતી. મારી સ્વર્ગસ્થ માતાએ મને શીખવ્યું કે કોઈપણ રીતે પડકારો મને અવરોધિત કરે નહીં. અને હું તમને બધાને તમામ પડકારોને પહોંચી વળવાની આ ભાવનાને શીખવા માટે અને તમારી સંસ્થાને મહાન બનાવવા માટે પ્રોત્સાહિત કરું છું. “
તેમના સંબોધનમાં મુખ્ય મહેમાન શ્રી ઇરફાન એ. કાઝી, એસબીઆઈ કેપ વેન્ચર્સના એસડબ્લ્યુએએમઆઈએચ ઇન્વેસ્ટમેન્ટ ફંડ I ના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, સ્વર્ગીય શ્રીમતી જ્યોતિ દ્વિવેદીની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું, “હું આ શિષ્યવૃત્તિની ભવ્યતા અને નિમેષ, તેમના પુત્ર અને જેબીઆઈએમએસના મારા વર્ગના સાથીના કાર્યની પ્રશંસા કરું છું. મેં થોડા વર્ષો પહેલા નિમિષ દ્વારા લખાયેલ માર્કેટીંગની બેસ્ટસેલર પુસ્તક ‘માર્કેટિંગ ક્રોનિકલ્સ’ પણ વાંચી છે અને ભલામણ કરું છું કે માર્કેટિંગમાં કારકીર્દિનું લક્ષ્ય બનાવનારા દરેક વ્યકતિને આ વાંચવી જ જોઇએ.”
નિમિષ દ્વિવેદી વિશે
નિમિષ દ્વિવેદી કન્ઝ્યુમર માર્કેટિંગ અને નાણાકીય સેવાઓના અનુભવી છે, જેણે ભારત, જાપાન, હોંગકોંગ, સિંગાપોર, દુબઇમાં રહી અને કામ કર્યા છે અને હાલમાં વિયેટનામ સ્થિત છે. નિમિષે માર્કેટિંગ પરનું પુસ્તક ‘માર્કેટિંગ ક્રોનિકલ્સ: અ કમ્પેન્ડિયમ ઓફ ગ્લોબલ એન્ડ લોકલ માર્કેટિંગ ઇનસાઇટ્સ ફ્રોમ-સ્માર્ટફોન અને પોસ્ટ-સ્માર્ટફોન એરાઝ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક ૨૦૧૭માં રિલીઝ થયા પછીથી એમેઝોન ઇન્ડિયામાં ‘માર્કેટિંગ બુક કેટેગરી’ માં બેસ્ટસેલર છે.
એવોર્ડ વિશે
વાર્ષિક પ્રતિષ્ઠિત ‘શ્રીમતી જ્યોતિ દ્વિવેદી મેમોરિયલ સ્કોલરશીપ એવોર્ડ્સ’ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માન્ગેમેન્ટ સ્ટડીઝ, મુંબઈના વિદ્યાર્થીઓ માટે જ છે. ઉચ્ચ શિક્ષણ પ્રત્યેના દ્રઢ વિશ્વાસ માટે તેમની સ્વર્ગસ્થ માતાની યાદમાં વર્ષ ૨૦૧૯માં શ્રી નિમિષ દ્વિવેદી દ્વારા આ અનુદાનની સ્થાપના કરવામાં આવી હતી કારણ કે તે ઓગણીસ સાઠના દાયકામાં ગુજરાતમાં તેમના વતનમાંથી પ્રથમ સ્નાતક હતા. આ અનુદાન તેજસ્વી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેમને તેમના અભ્યાસ દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બે લાયક વિદ્યાર્થીઓને રૂ. ૧૦૦,૦૦૦ ની શિષ્યવૃત્તિ તેમની શિક્ષણ ફી તરફ આપવામાં આવે છે. આ ઉપરાંત, આ સંસ્કરણમાં, પ્રત્યેક રૂ. ૫૦,૦૦૦ ની વધારાની ચાર એડ-હોક અનુદાન આપવામાં આવે છે, જેનાથી છ લાયક વિદ્યાર્થીઓને તેમના શિક્ષણને પહોંચી વળવા અને તેમના સપનાને પૂરું કરવામાં સક્ષમ બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here