ભાવનગરના પ્રખ્યાત જામફળનું કચ્છમાં મોટાપાયે ઉત્પાદન વધ્યું

0
158

[ad_1]

– રૂ.૨૦ થી ૬૦ના ભાવે વેચાતા ફળ કિસાનોને ફાયદો આપી રહ્યા છે 

– ડ્રેગન ફ્રુટ,  દાડમ, કેરી,કેળા,પપૈયાની જેમ હવે જામફળ તરફ વળતા કિસાનો 

ભુજ : કચ્છ સુકો પ્રદેશ ભલે ગણાય પરંતુ અહીંના ખેડુતો પાણીદાર છે. કિસાનોની સુઝબુઝ તથા વ્યવસૃથાપન થકી આજે કચ્છજિલ્લો બાગાયતી ક્ષેત્રે કાઠું કાઢી રહ્યો છે. જે ફળોને કચ્છમાં કલ્પના પણ ન કરી શકાય તે ફળોને મોટી સંખ્યામાં ઉત્પાદન તથા નિકાસ હવે થઈ રહી છે.  ચાઈનીઝ ફ્રુટ ડ્રેગન, સ્ટ્રોબેરી, કેળા, દાડમ, દ્રાક્ષ સહિતના ફળોની ખેતી બાદ અત્યારસુધી ભાવનગર જે ફળનું હબ ગણાતું તે જામફળનું કચ્છમાં પણ ઉત્પાદન વધી રહ્યું છે. 

કિસાનોના જણાવ્યા મુજબ,  હવે વિલાયતી તથા ભાવનગરી જામફળના વાવેતર તરફ ધરતીપુત્રો વળ્યા છે. રોકડીયા પાકો તથા અન્ય પાકથી મોંઢું ફેરવેલા ખેડુતો બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે સારાભાવ આપતા જામફળનું વાવેતર વધી રહ્યું છે. અંદરથી લાલ કલરના ગર્ભ ધરાવતા ભાવનગરી જામફળ તથા વિલાયતી જામફળના ઢગલા જિલ્લામાં વેંચાતા જોવા મળી રહ્યા છે. વર્ષમાં બે વખત થતાં જામફળ હાલે બજારમાં ૨૦ ગી ૬૦ કિલોના ભાવે મળી રહ્યા છે. ચોમાસામાં અને શિયાળામાં જોવા મળતા જામફળથી બજારો ઉભરાઈ રહી છે ત્યારે શિયાળામાં જામફળ ખાવાની લિજ્જત જ કંઈક ઔર હોય છે. કચ્છના જામફળ શિયાળામાં કડક અને સ્વાદમાં મીઠા હોય છે જ્યારે ચોમાસાની સિઝનમાં આ જામફળ નરમ થઈ જવાથી એમ કિડા પડવાની સંભાવના વધી જતી હોવાથી ખેડુતોને વધુ કાળજી રાખવી પડે છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here