કમોસમી વરસાદે વાપી માં અનેક સ્થળે પાણી પાણી કર્યું તો ભાજપના પ્રચાર કાર્યમાં પણ રંગ માં ભંગ પાડ્યો હતો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેશર ને કારણે વરસાદ ની આગાહી કરી હતી જે અંતર્ગત વાપી માં આજે બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા પાલિકા ની ચૂંટણી પ્રચાર માટે બનાવવા માં આવેલ વોર્ડ નંબર 1 અને 2ના બનાવવા માં આવેલ સંયુક્ત કાર્યાલય ના બેનરો ઉડયા ખુરશી ઓ બની અસ્તવ્યસ્ત વરસાદ નું પાણી પડતા મંડપ ના પડતા ફાટી ગયા અને કોમ્પ્યુટર ને નુકશાન થયું જાણે કે વરસાદ પણ ભાજપ ના ચૂંટણી પ્રચાર માં વેરી બન્યો હોય એમ સતત એક કલાક સુધી વરસાદ પડ્યો હતો અનેક બેનરો ધોવાયા હતા