[ad_1]
વડોદરા, તા. 18 નવેમ્બર 2021 ગુરૂવાર
વડોદરા શહેરનો વિસ્તાર અને વસ્તી વધતા તંત્ર દ્વારા વહીવટી વોર્ડ વિભાજનનો તખ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. હવે 19 ઇલેક્શન વોર્ડની સામે સમાંતર 19 વહીવટી વોર્ડ કચેરી અને 05 ઝોનનું નિર્માણ થવા જઇ રહ્યું છે. ત્યારે હવે ઇલેક્શન અને વહીવટી વોર્ડનો નંબર સમાંતર રહેતા નાગરિકોને સમસ્યાની રજૂઆત કરવામાં સરળતા રહેશે અને પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે.
વડોદરા કોર્પોરેશનની હદમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે વૉર્ડ વિભાજનને લઈને સત્તાધીશો દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ઇલેક્શન વોર્ડ મુજબ મોટાભાગના વહીવટી વૉર્ડ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પાલિકામાં 19 ઇલેક્શન વૉર્ડ છે અને 12 વહીવટી વૉર્ડ છે.
શહેરની 21 લાખથી વધુ જનસંખ્યા છે અને નવાં 7 ગામો પણ પાલિકાની હદમાં આવ્યાં છે. હાલમાં પાલિકા 4 ઝોનમાં વહેંચાયેલું છે ત્યારે નવો ઝોન બનાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે હવે પાલિકા તરફથી 19 ઇલેક્શન વોર્ડ અને 19 વહીવટી વોર્ડની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત એક વધારાનો ઝોન ઉમેરાતા હવે વડોદરા પાંચ ઝોનમાં વહેંચાશે.
અત્રે નોંધનીય છે કે નવા વોર્ડ શરૂ થાય તો પાલિકા ઉપર આર્થિક ભારણ પણ વધશે. આ ઉપરાંત વહીવટી કચેરી અને ઇલેક્શન વોર્ડ નંબરમાં ફેરફારને પગલે ઘણીવાર સમસ્યા સર્જાતી હોય છે .
[ad_2]
Source link