ભાજપમાં દિવાળી સ્નેહમિલનના નામે રાજકીય પતાવટનું કામ

0
157

[ad_1]


આંતરિક જૂથવાદ રાજકોટથી પ્રસરી અમદાવાદ પહોંચ્યો  

દિવાળી સ્નેહમિલનમાં મેયર કિરીટ પરમારનું જ નામ ભૂલાયું શહેર ભાજપે ફરી આમંત્રણ પત્રિકા છપાવવી પડી

અમદાવાદ : દિવાળી સ્નેહ મિલ નમાં બાદબાકી કરી ભાજપના નેતાઓ જાણે રાજકીય પતાવટનુ કામ કરી રહ્યા હોય તેવુ  ચિત્ર ઉપસ્યુ છે. રાજકોટમાં   દિવાળી સ્નેહમિલનની આમંત્રણ પત્રિકામાં નામ ન લખવાનો વિવાદ એટલી હદે વકર્યો છેકે,ખુદ  ભાજપની પ્રદેશ નેતાગીરીએ દરમિયાનગીરી કરવાનો વારો આવ્યો છે.  જૂથવાદનો રોગ હવે રાજકોટથી પ્રસરી અમદાવાદ સુધી પહોંચ્યો  છે.

અમદાવાદ શહેર ભાજપ  દ્વારા આયોજીત દિવાળી સ્નેહ મિલન ની  આમંત્રણ પત્રિકામાં ખુદ મેયર કિરીટ પરમારનું નામ  ભૂલાયુ હતું. એટલું જ નહીં, અમદાવાદ શહેરના બે ધારાસભ્ય કે જે નવી સરકારમાં મંત્રી બન્યાં છે તેમનું નામ આમંત્રણ પત્રિકામાં લખાયુ છે પણ ભાજપના સાંસદોના નામની બાદબાકી કરી દેવાઇ છે. આ મુુદ્દો શહેર ભાજપમાં ચ્રચાનો વિષય બની રહ્યો છે.     

વિધાનસભાની ચૂંટણી આવી  રહી છે ત્યારે ભાજપના પ્રદેશ નેતાઓ એક થઇને ચૂંટણી લડવા હાકલ કરી રહ્યા છે. એટલું જ નથી. કોંગ્રેસ સામે ભાજપના નેતાઓ, કાર્યકરોએ એકજૂટ છે તેવો દેખાડો કરાય છે પણ વાસ્તવિકતા એછેકે, ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ છે. અંદરોઅંદરનો કકળાટ એટલો છેકે, ફરિયાદો છેક કમલમ સુધી પહોંચી રહી છે. 

રાજકોટમાં જ નહીં, અન્ય શહેરોમાં જ ભાજપના નેતાઓ હવે જાણે એકબીજાની રાજકીય પતાવટ કરવાના મૂડમાં છે. અમદાવાદમાં પણ શહેર ભાજપમાં જૂથવાદ વકર્યો છે તેવુ પ્રસૃથાપિત થઇ રહ્યુ છે કેમકે, શહેર ભાજપ દ્વારા 21મી નવેમ્બરે રિવરફ્રન્ટ હોલમાં દિવાળી સ્નેહ મિલનનુ આયોજન કરાયુ છે.

આ સ્નેહ મિલનની આમંત્રણ પત્રિકામાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના મેયર કિરીટ પરમારનું જ નામ લખાયુ ન હતુ. આ મુદદે સોશિયલ મિડીયામાં ભાજપની દલિત વિરોધી નીતિને લઇને ખુદ ભાજપના કાર્યકરોએ રાજકીય ટીકાઓનો વરસાદ કર્યો હતો જેના કારણે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે ફરીથી આમંત્રણ પત્રિકા છપાવવી પડી હતી. 

વાત આટલેથી અટકી ન હતી.  મંત્રી જગદીશ પંચાલ અને  મંત્રી પ્રદિપ પરમારનુ નામ આમંત્રણ પત્રિકામાં લખાયુ હતું પણ અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી અને હસમુખ પટેલની બાદબાકી કરાઇ હતી. આ ઉપરાંત રાજ્યસભાના સભ્ય નરહરિ અમીનના નામનો ય આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરાયો ન હતો. આમ, ભાજપમાં જૂથવાદનો ચરૂ ઉકળી રહ્યો તે છતુ થયુ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here