રૂા.100 કરોડના અનાજ કૌભાંડ પર ભાજપ સરકારે ઠંડુ પાણી રેડી દીધું

0
376

[ad_1]


કાળાબજારિયા-અનાજ માફિયા પર સરકાર મહેરબાન

62 હજાર નકલી યુઝર આઇડીનો ઉપયોગ કરી ગરીબોનું કરોડોનું અનાજ ચાઉઁ કરાયું છતાં તપાસનું ફિંડલુ વાળી દેવાયું

અમદાવાદ : નકલી યુઝર આઇડીનો ઉપયોગ કરી કરોડો  રૂપિયાનું ઘઉઁ, ચોખા સહિત અનાજ ચાંઉ કરનારાં કાળાબજારિયા ,સંગ્રહખોરો અને અનાજમાફિયાઓ પર ભાજપ સરકારના ચાર હાથ હોય તેવુ પ્રસૃથાપિત થઇ રહ્યુ છે કેમકે, કોરોનાકાળ દરમિયાન રૂા.100 કરોડનું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાડ આચરાયુ છતાંય આ મામલે ભાજપ સરકાર મૌન છે. કોંગ્રેસે આ મુદદે તટસૃથ તપાસ કરી ગરીબોના કોળિયાનુ અનાજ છિવની લેનારાં દોષિતો સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.         

એક બાજુ, કેન્દ્ર સરકારે કોરોનાકાળમાં ગરીબોને મફત અનાજ વિતરણ કર્યુ તે અંગે ભાજપ વાહ વાહી લૂંટી રહી છે. બીજી તરફ હજારો ફેક આઇડીનો ઉપયોગ કરી અંદાજે રૂા.100 કરોડનું અનાજ બારોબાર સગેવગે કરી અનાજ કૌભાંડ આચરાયુ હતું.સરકારે આ મામલે તપાસનો દેખાડો કર્યો પણ આજદીન સુધી કોઇ તથ્યો બહાર આવ્યા નથી. 

કોંગ્રેસનો ગંભીર આરોપ છેકે, ખુદ વાજબી ભાવની દુકાનના સંચાલકો સાથે મેળાપિપણુ રચી આખુય કૌભાંડ આચરવામાં આવ્યુ હતું.  નકલી યુઝર આઇડીનો ઉપયોગ કરી કાળાબજારિયાઓ બારાબોર ગરીબોનું અનાજ સગેવગે કરતાં હતાં. સુરત ઉપરાંત સાંબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં સરકારના આર્શિવાદથી અનાજ કૌભાંડ ચાલી રહ્યુ હતું.

નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ હેઠળ અપાતું અનાજ રેશનકાર્ડ ધારકો લેવા જતા ન હતાં તે અનાજ કાળાબજારિયા, સંગ્રહખોરો બારોબાર વેચી મારતાં હતાં. આ આખાય કૌભાંડની ક્રાઇમ બ્રાન્ચને તપાસ પણ સોંપવામાં આવી હતી પણ આ તપાસનું આખરે ફિંડલુ વાળી દેવાયુ છે. કોગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ માંગ કરી છેકે, ગરીબોનું અનાજ બારોબાર વેચી દેનારાં કાળાબજારિયાઓ સામે કડક પગલાં ભરવા જોઇએ. સરકાર આ અનાજ કૌેભાડ માંમલે કેમ મૌન ધારણ કરીને બેઠી છે તે શંકાને પ્રેરે છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here