[ad_1]
– પિતા વતનમાં ગયા ત્યારે મોટા પુત્રને પુત્રીની જવાબદારી
સોંપી હતીઃ પિતા સુરત આવ્યા ત્યારે શોધખોળ કરી પણ પુત્રીનો પત્તો મળ્યો ન હતો
– પોલીસે
બાળાની પૂછપરછના આધારે દુષ્કર્મનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી
સુરત :
સિંગણપોર
વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 12 વર્ષની બહેનને પિતાની જાણ બહાર રાજસ્થાન ખાતે
સાસરીમાં સેવા કરવા મોકલ્યા બાદ ગર્ભવતી બનતા પરિજનો ચોંકી ગયા હતા.
મૂળ
બિહારના વતની અને હાલમાં સિંગણપોર ખાતે રહેતા ૫૨ રામકિશોર યાદવ (ઉ.વ. 52 નામ
બદલ્યું છે ) આજે સવારે 12 વર્ષની પુત્રી દિપીકા (નામ બદલ્યું છે) ને સારવાર માટે
નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જયાં તબીબો સમક્ષ રામકિશોરે દિપીકા ગર્ભવતી
હોવાનું જણાવતા તબીબો ચોંકી ગયા હતા. રામકિશોરે આક્ષેપ કર્યો હતો કે ચાર મહિના
અગાઉ દિપીકાને મુકી પોતે વતન ગયા હતા. જયાંથી દોઢ મહિના અગાઉ પરત આવ્યો ત્યારે દિપીકા
ઘરમાં ન હતી. પુત્રનેે પુછતા તેણે કહ્યું હતું કે દિપીકા અનાજ દળાવા ગઇ પછી પરત
આવી નથી. જેને પગલે રામકિશોરે પુત્રીની સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા સહિતના
વિસ્તારોમાં શોધખોળ કરી હતી પરંતુ કયાંય પત્તો મળ્યો ન હતો. દરમિયાનમાં દિવાળી તહેવાર સમયે દિપીકાનો અચાનક જ રામકિશોર
પર ફોન આવ્યો હતો અને પોતે રાજસ્થાનના બાંસવાડા ખાતે ભાઇના સાસરે હોવાનું જણાવ્યું
હતું. જેથી રામકિશોર તુરંત જ રાજસ્થાનના બાંસવાડા ખાતે દોડી ગયો હતો અને ત્યાંથી
દિપીકાને સુરત લઇ આવ્યો હતો. દિપીકાને સુરત લાવ્યા બાદ તેણી ગર્ભવતી હોવાની શંકા
જતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. 12 વર્ષની પુત્રી દિપીકા
ગર્ભવતી હોવાનું પિતાએ જણાવતા તુરંત જ તબીબોએ સિંગણપોર પોલીસને જાણ કરી હતી.
પોલીસે તુરંત જ દિપીકાની પૂછપરછ હાથ ધરી હતી. આ અંગે સિંગણપોર પીઆઇ આર. સી. વસાવાએ
જણાવ્યું હતું કે દિપીકાને તેના ભાઇએ પોતાના સાસરે સેવા કરવા માટે મોકલી હતી. જયાં
ભાઇના કાકા સસરાએ દિપીકા સાથે દુષ્કર્મ આચરતા ગર્ભવતી થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં
જાણવા મળ્યું છે. હાલમાં દિપીકાની પૂછપરછ ચાલી રહી છે અને દુષ્કર્મનો ગુનો
નોંધવામાં આવશે.
[ad_2]
Source link