ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે કારતકી પૂર્ણિમાંએ અન્નકૂટ ધરાવાશે

0
383

[ad_1]

ખેડબ્રહ્મા,
તા. 15

ખેડબ્રહ્મા ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરે
કારતકી પુનમે છપન્ન ભોગ અન્નકુટ ધરાવવામાં આવશે. તેમજ કારતકી પુનમનું મહત્વ ખુબ જ હોવાથી
ભક્તો મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી આવશે.

ખેડબ્રહ્મા ખાતે આવેલ પૌરાણીક મા આદ્યશક્તિ મંદિરમાં કારતકી
સુદ પુનમ ના દર્શન કરવાનું ખુબ જ મહત્વ છે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ
ના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું છે કે
, ગત વર્ષે કોરોના કારણે મેળો બંધ રહ્યો હતો. તેમજ અન્નકુટ પણ
ધરાવવામાં આવ્યો નહોતો. આ વર્ષે શુક્રવારના રોજ તા. ૧૯/૧૧/૨૦૨૧ ના રોજ મા ના સન્નમુખ
છપન્ન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવશે.

અન્નકુટના દર્શન ૧ઃ૧૫ કલાક સુધી થઇ શકશે. સવારની આરતી ૬ઃ૩૦ કલાકે
રહેશે. તેમજ સાંજની આરતી ૭ કલાકે થશે. કારતકી પુનમનું મહત્વ ખુબ જ હોવાથી ગુજરાતભરમાંથી
લોકો આગલી રાતથી જ આવી જાય છે. યાત્રીકોને કોઇ અસુવિધા ઉભી ન થાય તે માટે વ્યવસ્થા
કરવામાં આવી ચે. તેમજ કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે સિક્યુરીટી ગાર્ડ અને પોલીસની
વ્યવસ્થા કરવામાં આવી છે. ચિખલા રોડ ઉપર આવેલ નવીન દરવાજામાં પણ વાહનોની અવરજવર માટે
વ્યવસ્થા કરવામાં આવી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here