વાવ પાસેથી વિદેશી દારૃની હેરાફેરી કરતી ગાડી સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત

0
114

[ad_1]

વાવ તા.14

બનાસકાંઠાના સરહદી વિસ્તાર રાજસ્થાન નજીક હોવાના કારણે
બુટલેગરો દ્વારા એન કેન પ્રેકારે બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૃ ઘુસાડવામાં આવતો
હોય છે અને છાશવારે સ્થાનિક પોલીસ તેમજ એલસીબી દ્વારા લાખો રૃપિયાનો દારૃ ઝડપી
પાડવામાં આવે છે.છતાં ગુજરાતમાં દારૃ ઘુસાડવાની પ્રવૃતિને કાયમી ધોરણે અટકતી નથી.
ત્યારે વધુ એક વખત સુઈગામ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રાત્રીના સમયે સ્કોપયો
ગાડી વિદેશી દારૃ ભરેલ ગાડી સાથે પાયલોટીંગ કરતી ગાડી સહિત રૃ.૧૩૨૧૭૦૦નો મુદ્દામાલ
જપ્ત કર્યો છે.

સુઈગામ પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને
બાતમી મળી હતી કે વાવ તાલુકાના એટા પાટીયા પાસેથી વિદેશી દારૃ ભરીને ગાડી પસાર થવાની
છે. તે બાતમીના આધારે  પી.એસ.આઇ એચ.એસ સુથારે
વાવના એટા પાટિયા નજીક  ખાસ વોચ ગોઠવી ત્યાથી
પસાર થતી ગાડીને રોકી ગાડીમાં તપાસ કરતા રૃ.૩૧૯૨૦૦ની કિમતના ૩૦૯૦ નંગ બિયરની બોટલો
મળી આવી હતી. જેથી પોલીસે વિદેશી દારૃ જપ્ત કરી વિદેશી દારૃની હેરાફેરી કરતા નાગજી
ભુરા રાજપુત રહે.માડકા
, તા.વાવને
ઝડપી લીધો હતો. જ્યારે અંધારાનો લાભ લઇ પોલીસને હાથતાળી આપી અમરદાન શંકરદાન ગઢવી રહે.માડકા
, તા.વાવ ત્યાથી ભાગી
છુટયો હતો. બાદમાં પોલીસે વિદેશી દારૃ
,
મોબાઇલ અને બે ગાડી સહિત રૃ.૧૩૨૧૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે નાગજી
ભુરા રાજપુત અને અમરદાન શંકરદાન ગઢવી વિરૃધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here