ગૌપાલકો અને વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટી વચ્ચે સાંઠગાંઠનો વિડીયો વાયરલ: પકડેલી ગાયો છોડી ગઈ ગૌપાલક ને સોંપી

0
140

[ad_1]

વડોદરા શહેરમાંથી રખડતા ઢોર પકડવાની ઝુંબેશ છેલ્લા કેટલાક સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી કરી રહી છે ત્યારે તેમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ અને ગૌપાલકો વચ્ચે ચાલતી સાંઠગાંઠ અંગે અવારનવાર હોબાળો સર્જાયો છે ત્યારે વધુ એક વખત પકડેલી ગાયો છોડી મૂકી દઉં પાલકને સોંપતો વીડિયો વાયરલ થતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જાહેર કાર્યક્રમમાં વડોદરા શહેરમાં રખડતા ઢોરો અને ભિખારીના મુદ્દે ટકોર કરી હતી અને તેઓએ કોર્પોરેશનના હોદ્દેદારોને આ અંગે કામગીરી કરવા પણ સૂચન કર્યું હતું.

આ બાબતને ધ્યાનમાં રાખી વડોદરાના મેયર એ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી રખડતા ઢોરોનો પ્રશ્નો ઉકેલવા સુચના આપી હતી તે બાદ વડોદરા શહેરમાં છેલ્લા ૨૫ દિવસથી રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને રોજની ૪૦થી ૫૦ ગાયો પકડવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા વડોદરા શહેરમાં થી રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે ઢોરપાર્ટીના કેટલાક કર્મચારીઓ અને

ગૌપાલકો વચ્ચેની સાંઠગાંઠ ચાલી રહી હોવાના કિસ્સા પણ અવારનવાર બહાર આવી રહ્યા છે.

આજે શહેરના નવાપુરા વિસ્તાર તેમજ જયરત્ન બિલ્ડીંગ પાસેથી કોર્પોરેશન ઢોર પાર્ટી એ પકડેલી ત્રણ ગાયો બગીખાના પાસે બરોડા હાઈસ્કૂલ પાછળ આવેલા હજીરા ની પાસે ખુલ્લી જમીનમાં છોડી દેવામાં આવી હતી અને તે ગાયો ગૌપાલક લઈને જતો હોવાનો વિડીયો વાયરલ થતાં ફરી એકવાર રખડતા ઢોર પકડવાની કામગીરી અંગે વિવાદ સર્જાયો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here