[ad_1]
અમદાવાદ, ગુરુવાર
ગુજરાતમાં ગત
વર્ષે દિવાળીમાં કોરોનાથી ભયાવહ સ્થિતિ હતી અને દરરોજના ૧૨૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા
હતા. જેની સરખામણીએ આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણમાં છે અને વેક્સિનેશનની ગતિ પણ
રાહત અપાવનારી છે. ગુજરાતમાં વેક્સિન લેવા માટે માન્ય એવી ૧૮થી વધુ વયજૂથની કુલ ૪.૪૦
કરોડની વસતી છે અને તેની સામે ૨.૬૬ કરોડ લોકો બંને ડોઝ લઇ ચૂક્યા છે. આમ, ૬૦%થી વધુ
લોકો હવે ફૂલ્લી વેક્સિનેટેડ છે.
ગુજરાતમાં ૪.૪૮
કરોડ દ્વારા વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે ૨.૬૬ કરોડ દ્વારા વેક્સિનના બંને ડોઝ લેવામાં
આવ્યા છે. આમ, અત્યારસુધી કુલ વેક્સિનેશન ડોઝ હવે ૭.૧૫ કરોડ છે. કુલ સૌથી વધુ વેક્સિનેશનમાં ઉત્તર પ્રદેશ ૧૩.૨૭
કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૯.૯૦ કરોડ સાથે બીજા, પશ્ચિમ બંગાળ ૮.૦૧ કરોડ સાથે ત્રીજા,
ગુજરાત ચોથા અને મધ્ય પ્રદેશ ૭.૧૩ કરોડ સાથે પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં કુલ સૌથી
વધુ વેક્સિનેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૭૩.૧૭ લાખ સાથે મોખરે છે.
અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનમાંથી ૪૬.૨૬ લાખ દ્વારા પ્રથમ ડોઝ અને ૨૬.૩૭ લાખ દ્વારા વેક્સિનના બંને ડોઝ
લેવાઇ ચૂક્યા છે. કુલ વેક્સિનેશનમાં ૫૬.૫૧ લાખ સાથે સુરત બીજા, બનાસકાંઠા ૩૩.૬૨ લાખ
સાથે ત્રીજા, વડોદરા કોર્પોરેશન ૨૭.૦૭ લાખ સાથે ચોથા અને આણંદ ૨૪.૪૭ લાખ સાથે પાંચમાં
સ્થાને છે. સુરતમાંથી ૨૦.૨૬ લાખ, બનાસકાંઠામાંથી ૧૨.૧૬ લાખ, વડોદરા કોર્પોરેશનમાંથી
૧૨ લાખ અને આણંદમાં ૯.૫૭ લાખ દ્વારા બંને ડોઝ લેવામાં આવ્યા છે. અત્યારસુધી ડાંગમાં
સૌથી ઓછા ૨.૧૭ લાખનું વેક્સિનેશન થયું છે. ડાંગમાં માત્ર ૬૦૧૭૪ દ્વારા વેક્સિનના બંને
ડોઝ લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં વેક્સિન
લેનારા ૩.૯૦ કરોડ પુરુષ અને ૩.૨૪ કરોડ મહિલા છે. ૬.૩૬ કરોડ કોવિશિલ્ડ જ્યારે ૭૮.૧૯
લાખ કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો ૧૮થી ૪૪માંથી
સૌથી વધુ ૪.૧૦ કરોડ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી છે. ડોક્ટરોના મતે મહત્તમ લોકોને વેક્સિનના બંને ડોઝ
અપાયા બાદ હવે આવતા વર્ષના પ્રારંભથી બૂસ્ટર ડોઝ આપવાનું શરૃ કરાશે.
ગુજરાતમાં ક્યાં
વધુ વેક્સિનેશન?
કોર્પો/જિલ્લો વેક્સિનેશન
અમદાવાદ કોર્પો. ૭૩.૧૭ લાખ
સુરત કોર્પો. ૫૬.૫૧ લાખ
બનાસકાંઠા ૩૩.૬૨ લાખ
વડોદરા કોર્પો. ૨૭.૦૭ લાખ
આણંદ ૨૪.૪૭ લાખ
[ad_2]
Source link