દિવાળીની દિપોમય ઉજવણી : નવી આશા સાથે નવા વર્ષના વધામણાં

0
422

[ad_1]

અમદાવાદ, રવિવાર

અનેક સંભારણાઓ,
જીવનના નવા પાઠ શીખવી વિક્રમ સંવત૨૦૭૭ની વિદાય થઇ ગઇ છે. નવી આશા, નવા ઉમંગ, નવા પડકારો
સાથે વિક્રમ સંવત ૨૦૭૮નો પ્રારંભ થઇ ગયો છે. ગત વર્ષે દિવાળીના તહેવારોને કોરોનાનું
ગ્રહણ લાગતાં ઉત્સાહની ચમક ફિક્કી પડી ગઇ હતી. પરંતુ આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણ
હેઠળ હોવાથી મન મૂકીને દિવાળીને તહેવારોની ઉજવણી કરવામાં આવી છે.  અમદાવાદ સહિત ગુજરાતભરમાં દિવાળીની આસ્થા-ઉલ્લાસપૂર્વક
ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતમાં આજે
વેપારીઓએ ચોપડા પૂજન કરી આવનારું નવું વર્ષ વધુ શુકનવંતુ બની રહે તેવી પ્રાર્થના કરી
હતી. સીજી રોડ, આશ્રમ રોડ, એસજી હાઇવે, રિલીફ રોડ સહિતના માર્ગો પર આવેલી દૂકાન-બિઝનેસ
હાઉસમાં ચોપડા પૂજન બાદ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. હવે લાભ પાંચમ સુધી અમદાવાદમાં
મોટાભાગની દુકાન-ધંધા મિની વેકેશન પાળશે. આજે દિવાળીની પણ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં
આવી હતી. આ નિમિત્તે એસજી હાઇવે, સાઉથ બોપલ, સિંધુ ભવન, મણિનગર, નરોડા સહિતના અનેક
વિસ્તારમાં મોડી રાત સુધી આતશબાજી સાથે દિવાળીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું. છેલ્લી
ઘડીએ ફટાકડા ખરીદનારાને ૨૦ થી ૩૦% વધુ કિંમત ચૂકવવી પડી હતી. 

ગત વર્ષે કોરોનાને
કારણે પર્યટન સ્થળો પણ ખાલીખમ જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે મોટાભાગના પર્યટન સ્થળો
પ્રવાસીઓથી હાઉસફૂલ થઇ ગયા છે. અમદાવાદમાંથી અનેક લોકો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ
પ્રદેશ, નોર્થ ઈસ્ટ, પશ્ચિમ બંગાળ, ગોવા તરફ ફરવા માટે ઉપડી ગયા છે. કેરળમાં હજુ પણ
કોરોનાના કેસ વધારે હોવાથી ત્યાં જનારા પ્રવાસીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વિદેશમાંથી
દુબઇ ફરવા માટે હોટ ફેવરિટ છે અને ત્યાંની વન-વે ટિકિટ રૃપિયા ૬૫  હજાર સુધી પહોંચી ગઇ છે. અનેક લોકો દુબઇ ફરવા ઉપરાંત
ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ જોવાના હેતુ માટે પણ પસંદ કરી રહ્યા છે. યાત્રાધામોમાં દિવાળીથી
જ દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટયું છે. સોમનાથ, દ્વારકા, શક્તિપીઠ અંબાજી, ચોટીલા, વીરપુર,
પાવાગઢ સહિતના યાત્રાધામોમાં સેંકડો દર્શનાર્થીઓ આવનારા ચાર દિવસમાં ઉમટી પડશે.

જોકે, ડોક્ટરોના
મતે કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી એટલે બહાર ફરવા જતી વખતે તકેદારી રાખવામાં આવે
તે ખૂબ જ જરૃરી છે. કોવિડ ગાઇડલાઇન્સમાં નાનકડી બેદરકારી પણ ત્રીજી લહેરને નોતરું આપવા
સમાન પુરવાર થઇ શકે છે.

 

અંબાજીમાં  રાત્રે ૧૧ સુધી દર્શન થઇ શકશે

શક્તિપીઠ અંબાજીમાં
લાભપાંચમ સુધી રાત્રે ૧૧ સુધી દર્શન થઇ શકશે. દર્શનનો સમય આ મુજબ છે.

બેસતું વર્ષ

આરતી સવારે : ૬થી ૬ઃ૩૦.  દર્શન સવારે ૬ઃ૩૦થી ૧૦ઃ૪૫. રાજભોગ
બપોરે
: ૧૨થી ૧૨ઃ૧૫. અન્નકૂટ આરતી: ૧૨ઃ૧૫થી ૧૨ઃ૩૦. દર્શન બપોરે: ૧૨ઃ૩૦થી ૪ઃ૧૫. આરતી
સાંજે
: ૭થી ૧૧.

૬ થી ૯ નવેમ્બર

આરતી સવારે: ૬ઃ૩૦થી ૭. દર્શન સવારે: ૭થી ૧૧ઃ૩૦, રાજભોગ: બપોરે ૧૨. દર્શન: બપોરે ૧૨ઃ૩૦થી ૪ઃ૧૫.
આરતી
: સાંજે ૬ઃ૩૦ થી ૭. દર્શન: સાંજે ૭ થી ૧૧.

 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here