[ad_1]
અમદાવાદ,બુધવાર,3
નવેમ્બર,2021
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય
કરવામાં આવ્યો છે.જેના ભાગરૃપે બાપુનગર અને ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા હાઉસીંગ
બોર્ડના મકાનોની અંદરના આંતરીક રસ્તાઓ તોડીને આર.સી.સી.રસ્તા બનાવવામાં
આવશે.ઉપરાંત ચાલીઓમાં આવેલી વર્ષો જુની ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવા ઉપરાંત સુપર સકર
મશીનથી લાઈન ડીસીલ્ટીંગ કરવામાં આવશે.આ કામગીરી પુરી થયા બાદ બંને વોર્ડમાં આવેલા
ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસોના આંતરીક રસ્તાઓની સ્થિતિ સુધરવા પામશે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,
ઉત્તર ઝોનમાં આવેલા બાપુનગર વોર્ડમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના આવેલા બ્લોક
નંબર-૬૦૮ અને આસપાસમાં આવેલા બ્લોકના રસ્તાઓ ઉપરાંત ભકિતનગર મેઈન રોડ, નીલમ પાર્ક રોડ, બંધુ કવાટર્સ રોડ
સહિતના ગુજરાત હાઉસીંગ બોર્ડના આંતરીક રસ્તાઓના ડામરના રસ્તાઓ તોડીને આર.સી.સી.
રસ્તા બનાવવા ઉપરાંત પેવર બ્લોક લગાવવા માટે ચાલીસ લાખ જેટલી રકમનો ખર્ચ કરવામાં
આવશે.
ગુજરાત હાઉસીંગ બોર્ડના બ્લોક નંબર-૫૨૧ તેમજ બ્લોક નંબર-૫૯૨
થી ૫૯૯ આસપાસ આવેલા બ્લોકના રસ્તાઓ ઉપરાંત કલ્યાણ કેન્દ્ર વાળો રોડ આર.સી.સી.
બનાવવા તેમજ પેવર બ્લોક લગાવવા પંચાવન લાખ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવશે.સત્યમ
ફલેટ, આનંદ
ફલેટ, શિવમ
ફલેટ, જમના નગર, ઈન્દિરા ગરીબ નગર, તેમજ આવેલી અન્ય
ચાલીઓમાં ડ્રેનેજ લાઈનનું અપગ્રેડેશન કરવા તેમજ ડીસીલ્ટીંગ કરવા ૨૫,૨૯,૪૮૧ના ખર્ચથી
વર્ક ઓર્ડર આપવામાં આવશે.
ઈન્ડિયા કોલોની વોર્ડમાં તથા બાપુનગર,સરસપુર-રખિયાલ સહિતના અન્ય તમામ વોર્ડમાં ઈન્ટરનલ ડ્રેનેજ
લાઈન,સ્ટ્રોમ
વોટર ડ્રેનેજ લાઈન સી.સી.ટી.વી.કેમેરા અને સુપર સકર મશીનથી ડીસીલ્ટીંગ કરવા ૯૬,૪૮,૯૬૦ જેટલી રકમનો
ખર્ચ કરવામાં આવશે.સરદાર નગર વોર્ડમાં સમાવવામાં આવેલા નાના ચિલોડા વિસ્તારમાં ઔડા
દ્વારા નાંખવામાં આવેલા જુના નેટવર્કની ડ્રેનેજ લાઈનોનું ડીસીલ્ટીંગ કરવામાં આવશે.
વટવા વોર્ડમાં ડ્રેનેજ લાઈન ડીસીલ્ટીંગ કરવાની દરખાસ્ત
મંજુર
મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં
દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વોર્ડના જુદા-જુદા વિસ્તારમાં આવેલી ડ્રેનેજ તેમજ
સ્ટ્રોમ વોટર લાઈનના ૧૦૫ લાખના ખર્ચે ડીસીલ્ટીંગ કરાવવા અંગે મંજુરી માટે મુકવામાં
આવેલી દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.
[ad_2]
Source link