આદિવાસી સમાજ માં ભગત ભુવા દ્વારા ભૂત પ્રેત અને વળગાડ લાગ્યો હોવાનું જણાવી ને અનેક લોકોને અંધશ્રદ્ધા તરફ વાળી દઈ પોતાની ઝોળી ભરતા કેટલાક ઠગ ભાગતો ને કાળી ચૌદશની રાત્રીએ આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિરવલ નદી કિનારે આવેલા સ્મશાન માં પોહચી જઇ પાઠ ભણાવ્યો વિધિ માટે મરઘી અને યુવતીને બેસાડીને વિધિ કરવામાં આવનાર હતી પરંતુ યુવાન ની સતર્કતા ને પગલે યુવતી સાથે અઘટિત ઘટના બનતા અટકી ગઈ અને લૂંટારું ભગતોને ભાગવાનો વારો આવ્યો હતો

આદિવાસી એકતા પરિસદના અગ્રણી સભ્ય કલ્પેશ પટેલ અને તેમની ટિમ દ્વારા આદિવાસી સમાજ માં ફેલાયેલા અંધ શ્રદ્ધા દૂર થાય એવા હેતુ થી કાળી ચૌદસ દરમ્યાન દર વર્ષે વિરવલ ખાતે આવેલી નદીના પટ માં સ્મશાન ભૂમિમાં ખીચડી બનાવી સમૂહ માં આરોગવાનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે જોકે આ વખતે આયોજિત આ કાર્યક્રમ દરમ્યાન સ્મશાન આ 8 થી 10 જેટલા ઠગ ભગતો વિધિ કરવા માટે બેઠા હતા અને વિધિ ના નામે આદિવાસી સમાજના ભોળા લોકોપાસે પૈસા કાઢવી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા હોય કલ્પેશ પટેલ અને તેમની ટિમ દ્વારા ભાગતો પાસે પોહચી ને સેની વિધિ કરો છો ને આદિવાસી સમાજ ને તેના થી શુ લાભ છે તે જણાવવા વિનંતી કરી પ્રથમ તો ઠગ ભાગતો એ મવાલી માતા અને કન્સેરી માતા ની પૂજા કરતા હોવાનું રટણ કર્યું હતું પરંતુ બાદ માં જ્યારે યુવાનો એ તેમના પૂજા વિધિના સમાન ચેક કરતા એમ થી ચપ્પુ આને છરા મળતા આ ઠગ ભગતોના મોઢા બંધ થઈ ગયા હતા કારણ કે મવાલી માતા ની પૂજામાં ચપ્પુ કે હથિયાર નો ઉપયોગ થતો નથી એટલું જ નહીં તેમના પૂજા ના લિસ્ટ માં મરઘી અને યુવતી ને બેસાડી ને વિધિ કરવાની ફિરાક માં આ ભગતો હતા પરંતુ જાગૃત યુવાનોને લિસ્ટ જોતા સમગ્ર બાબત ની ગંધ આવી જતા યુવતી સાથે આ અધમ કૃત્ય બને તે પેહલા જ પોહચી જતા ઠગ ભગતની વિધિમાં રંગમાં ભંગ પડ્યો હતો સાથે જ યુવતી સાથે બનતી આવી ઘટના માંથી પણ યુવતી ને બચાવી લીધી હતી જોકે આ વચ્ચે એ અરવિંદ ભાઈનામ નો ઈસમ ધોડિયા જ્ઞાતિ છેલ્લા નમ્બર ની હોવાનું વાક્ય બોલતા વાતવરણ તંગ થયું હતું અને તમામ લોકોએ તેમના આ વાક્ય બોલવા અંગે વિરોધ કરતા આખરે માફી માંગવી પડી હતી જોકે અચાનક યુવકો ભેગા થઈ ને ભાગતો ને સેની વિધિ કરો છો એને તેના થી લાભ શુ બે સવાલ કરતા જ કેટલાક તો પરિસ્થિતિ નએ પારખી ને અંધારા નો લાભ લઇ ને નાસી ગયા હતા જ્યારે જે અન્ય હતા તેમને આવી અંધ શ્રદ્ધા ન ફેલાવા માટે અનુરોધ કરી સમજાવવા માં આવ્યા હતા નોંધનીય છે કે આદિવાસી સમાજ માં વધતી જતી ભૂત પ્રેત અને વળગાડ ની અંધ શ્રદ્ધા દૂર કરવા માટે સ્મશાન માં ખીચડી બનાવી ને તમામ યુવાનો એ સમૂહ માં આરોગી હતી અને દરેક ને ઠગ ભાગતો થી દૂર રહેવા માટે આવાહન પણ કર્યું હતું