મ્યુનિ.એ જાહેર કરેલા પે એન્ડ પાર્કમાં ''નો પાર્કિંગ''ના બોર્ડ લગાવી દેવાયા

0
270

[ad_1]


ગોપીપુરા મિડલ સ્કુલ પાસે મ્યુનિ.એ
લગાવેલા પાર્કિંગના પૈસા આપવા નહીં તેવા બોર્ડની બાજુમાં કોઇકે નો પાર્કિંગના બોર્ડ
લગાવ્યા

                સુરત,

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં
મ્યુનિ.એ જાહેર કરેલા પે એન્ડ પાર્કની જગ્યાએ કેટલાક લોકોએ નો પાર્કિંગના બોર્ડ લગાવી
લોકોની હેરાનગતિ શરૃ કરી છે. મ્યુનિ.ને  આ પે
એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર ન મળતાં પાર્કિંગ માટે ચાર્જ ન ચુકવવો તેવી સુચના લખી છે,
તેની સાથે કેટલાકે લોકોને ગેરમાર્ગે દોરવા માટે નો પાર્કિંગના બોર્ડ મુકી દીધા છે.
ગોપીપુરા મીડલ સ્કુલ પાસેના પે એન્ડ પાર્કમાં લોકોની આવી હેરાનગતિ કરતા લોકો આ વિસ્તારમાં
ખરીદી કરવાનું ટાળી રહ્યાં છે.

સુરતમાં માંડ દિવાળીની ઘરાકી નિકળી
છે અને તેની સાથે વેપારીઓ ખુશ થયાં છે પરંતુ કેટલાક વિધ્ન સંતોષીના કારણે લોકોને ગાડી
પાર્ક કરવાની જગ્યા મળતી નથી. ગોપીપુરા મિડલ સ્કુલ નજીક મ્યુનિ.એ પે એન્ડ પાર્ક જાહેર
કર્યું હતું. આ જગ્યાનો કોન્ટ્રાક્ટ પુરો થયા ંબાદ પણ કોન્ટ્રાક્ટર પૈસા ઉઘરાવતો હોવાની
ફરિયાદ સ્થાનિક કોર્પોરેટરે કરી હતી. આ ફરિયાદ બાદ પે એન્ડ પાર્કની જગ્યાએ વાહન પાર્ક
કરવા પણ કોઈને પૈસા આપવા નહીં, પાર્કિંગ વિના મુલ્યે છે તેવી જાહેરાત મુકી છે. છતાં
આ પે એન્ડ પાર્કને કેટલાક લોકોએ પોતાની માલિકીનું પાર્કિંગ બનાવી દીધું છે. આ પે એન્ડ
પાર્કની જગ્યાએ દોરડા બાંધીને ત્યાં નો પાર્કિંગના બોર્ડ મુકી દેવામાં આવ્યા છે. આટલું
જ નહીં પરંતુ ત્યાં કોઈ વાહન પાર્ક કરે તો કેટલાક તત્વો વાહન ચાલકોને ધમકાવે છે અને
અહીં પોલીસ ફોર વ્હીલ ગાડી ઉચકી જશે તેવી  ધમકી
આપે છે. પાર્કિંગ કરનાર કહે છે કે મ્યુનિ.ના વિના મુલ્યે પાર્કિંગનું બોર્ડ મુક્યું
છે તો પણ આ તત્વો લોકોને વાહન પાર્ક કરવા દેતાં નથી. જોકે, જ્યાં દોરડા બાંધીને નો
પાર્કિંગના સ્ટીકર લગાવવામાં ંઆવ્યા છે ત્યાં સ્થાનિકો પાર્કિંગ કરે છે પરંતુ મુલાકાતીઓને
પાર્કિંગ કરવા દેવામાં આવતા નથી. ચૌટાબજાર વિસ્તારમાં ખરીદી કરવા જતાં લોકો આ જગ્યાએ
પાર્કિંગ કરતાં હોય છે પરંતુ કેટલાક માથાભારે તત્વો મુલાકાતીઓને વાહન પાર્ક કરવા દેતા
નથી અને ગેરમાર્ગે દોરે છે. લોકોની આવી હેરાનગતિ થતી હોય લોકો આ વિસ્તારમાં પાર્કિંગના
અભાવે ખરીદી કરવાનું ટાળી રહ્યાં છે. મ્યુનિ. તંત્રએ જે જગ્યાને પે એન્ડ પાર્ક જાહેર
કરી છે ત્યાં કેટલાક સ્થાનિકો નો પાર્કિંગનું બોર્ડ લગાવી લોકોને હેરાન કરતા હોવા છતાં
તંત્ર ચુપચાપ તમાશો જુએ છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here