દિવાળી પહેલા જ સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસનો ડામ, રૂ. 11.70નો ભાવ વધારો ઝીંક્યો

0
377

[ad_1]

ગાંધીનગર, તા. 31 ઓક્ટોબર 2021, રવિવાર

ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામીક કંપનીને આપવામાં આવતો ગેસના ભાવમાં જંગી 11.70 રૂપિયાનો વધારો કર્યો છે.  દિવાળી ટાણે જ કંપનીએ બોમ્બ રૂપી ભાવ વધારો ઝીંકી દેતા સિરામીક ઉદ્યોગકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કંપનીના નિર્ણયના કારણે મોરબીના સિરામીક ઉદ્યોગોને મહિને 250 કરોડનું બારણ વધી જશે.

મોરબી સિરામીક ઉદ્યોગ કોરોના મહામારીની બીજી લહેર પછી ડીઝલ, કોલસો, ભાડા વધારા અને રો–મટિરિયલનો ભાવ વધારો અને સામે પક્ષે ડોમેસ્ટિક અને એક્સપોર્ટમાં વિપરીત સ્થિતિનો સામનો કરી રહ્યો હતો ત્યારે ગુજરાત કંપનીએ માત્ર બે મહિનાના અંતરમાં જ બે વખત ભાવ વધારો ઝીંકી દીધો છે. કંપની એ પહેલા 5 રૂપિયાનો વધારો કર્યો હતે ત્યારે હવે ફરી પાછો 11 રૂપિયાનો વધારો ઝીંકી સિરામીક ઉદ્યોગની કમ્મર તોડી નાખી છે.  1 નવેમ્બરથી ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા 11.70નો વધુ એક ભાવ વધારો કરવા જાહેરાત કરતા સિરામીક ઉદ્યોગપતિઓના હોશકોશ ઉડી ગયા છે.

સિરામીક ઉદ્યોગ વર્તમાન સમયમાં આ જંગી ભાવ વધારા સામે ઝીંક ઝીલી શકે તેવી સ્થિતિમાં નથી.  અગાઉના ગેસના ભાવ વધારાને કારણે ઉદ્યોગકારોની વર્કિંગ કેપિટલમાં ઘટાડો આવ્યો છે અને નવા ભાવ વધારાની મુસીબત આવતા હવે બેંકો પાસેથી કેપિટલ મેળવવામાં નવી ગેરંટીની જરૂરિયાત ઊભી થશે, જે દરેક નાના મોટા ઉદ્યોગકારો માટે મુશ્કેલરૂપ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here