મામસા નજીકથી ચોરીના દાગીના સાથે ચાર શખ્સ પોલીસ સંકજામાં

0
360

[ad_1]

ભાવનગર, ગુરૃવાર

ઘોઘા તાલુકાના મામસા નજીક ક્રાઈમ બ્રાંચે મળેલ બાતમી આધારે વોચ ગોઠવી ચોરીથી મેળવેલ સોના-ચાંદીના દાગીના વેંચવા માટે ભેગા થયેલા મોટા ખોખરા ગામના ચાર શખ્સને ઝડપી પાડી તેના કબજામાંથી ૨.૧૨લાખના દાગીના મળી આવતા પુછપરછ કરતા ઘોઘા, વરતેજ અને સિહોર પંથકમાં ચોરી કર્યાની કબુલાત આપતા ત્રણ ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીનાં વણશોધાયેલ ગુનાના ભેદ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન ભાવનગર મામસા નજીકપહોંચતા ખાનગીરાહે બાતમી મળેલ કે, અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાઇ ગયેલ મોટા ખોખરા ગામે રહેતો રૃપા રાયાભાઇ પરમાર તથા તેની સાથેના માણસો રમેશ પરમાર તથા ભગવાન ઉર્ફે જગદીશ ઉમકવાણા તથા સુરેશ પરમાર પીપરલા (થાણા) ગામેથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ તે ચોરીનો મુદામાલ વેચવા માટે મામસા ગામના પાટીયા પાસે આવેલ સીતારામ વે બ્રીજ રોડ ઉપર ઉભા છે. જેથી હકીકત આધારે તપાસ હાથ ધરી રૃપા રાયાભાઇ પરમાર (ઉ.વ.-૪૦ રહે.-મોટા ખોખરા, તા.ઘોઘા), રમેશ ઉર્ફે તીતલો ઉર્ફે રમલો છનાભાઇ પરમાર (ઉ.વ.-૨૦ રહે.-મોટા ખોખરા, તા.ઘોઘા), ભગવાન ઉર્ફે જગદીશ ઉર્ફે જગો ભોળાભાઇ મકવાણા (ઉ.વ.-૨૯ રહે.-આખલોલ જકાતનાકા, ઇન્દીરાનગર, મફતનગર, ભાવનગર, હાલ- મોટા ખોખરા,તા.ઘોઘા), સુરેશ રૃપાભાઇ રાયાભાઇ પરમાર (ઉ.વ.-૨૦ રહે.-મોટા ખોખરા, તા.ઘોઘા) હાજર મળી આવતા ક્રાઈમ બ્રાંચે શખ્સોની અટક કરી તલાશી લેતા રૃપા પરમારના કબજામાંથી ચાંદીના છડા જોડી-૫, સોનાની ચુક નંગ-૦૭, સોનાની હાંસડી, સોનાની બુટ્ટી જોેડી-૧, સોનાની ચેઇન, સોનાની ડી નામની વીટી મળી કુલ કીંમત રૃ. ૨,૧૧,૫૦૦નો મુદ્દામાલ મળી આવતા શક પડતી મીલ્કત ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે લીધી હતી.

શખ્સોના કબજામાંથી દાગીના કબજે લઈ પુછપરછ કરતા ઘોઘા, વરતેજ, સિહોર પંથકમાં ચોરી કર્યાની કબુલાત આપતા ક્રાઈમ બ્રાચે રેકર્ડ ઉપર ખરાઈ કરતા ઘોઘા પો.સ્ટે.ગુ.ર.નં.૧૦૬૧/૨૦૨૧ આઇપીસી-૪૫૭,૩૮૦, વરતેજ પો.સ્ટે.ગુ.ર.નં.૦૫૫૭/૨૦૨૧ આઇપીસી ૪૫૪, ૪૫૭, ૩૮૦, સિહોર પો.સ્ટે.ગુ.ર.નં.૦૯૬૨/૨૦૨૧ આઇપીસી-૪૫૭,૩૮૦ મુજબ ગુના નોંધાવા પામ્યા હોવાનુ ખુલવા પામ્યુ હતુ.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here