અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી 400 કિગ્રા ગૌમાંસનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો

0
219

[ad_1]


– પુછપરછ દરમિયાન ઈમરાન ઉર્ફે પાસાએ પોતાના પાસે પશુમાંસ રાખવા માટેનો કોઈ પરવાનો ન હોવાનું જણાવ્યું હતું

અમદાવાદ, તા. 21 માર્ચ 2022, સોમવાર

અમદાવાદની દાણીલીમડા પોલીસને પોતાના વિસ્તારમાં ગૌમાંસના ગેરકાયદેસર જથ્થાનું વેચાણ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દાણીલીમડા બેરલ માર્કેટ, લવ ગલ્લાની પાસે આવેલા અલસાહિલ ક્લિનિકની સામેની દુકાનમાં છાપો માર્યો હતો. 

પોલીસે પંચ માટે 2 વ્યક્તિને સાથે રાખી હતી અને ઈમરાન ઉર્ફે પાસા શફીએહમદ કુરેશીની શટરવાળી દુકાનમાં તપાસ દરમિયાન પશુમાંસનો આશરે 400 કિગ્રાનો જથ્થો મળી આવ્યો હતો. પુછપરછ દરમિયાન ઈમરાન ઉર્ફે પાસાએ પોતાના પાસે પશુમાંસ રાખવા માટેનો કોઈ પરવાનો ન હોવાનું જણાવ્યું હતું. 

ત્યાર બાદ FSL તપાસમાં માંસનો તે જથ્થો ગૌવંશનો હોવાનું સાબિત થયું હતું. પોલીસે દુકાનમાં રહેલો આશરે 400 કિગ્રા ગૌમાંસનો જથ્થો, માંસ કાપવા માટેના છરા, વજનકાંટો સહિતની સામગ્રી જપ્ત કરી હતી. પુછપરછ દરમિયાન ઈમરાન ઉર્ફે પાસાએ પોતે પોતાના પિતા શફીએહમદ કુરેશી સાથે મળીને તે ગૌમાંસ મિરઝાપુર ખાતેથી કાસમ અલી ચૌહાણ પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસને શફીએહમદ કુરેશી અને કાસમ અલી ચૌહાણ નહોતા મળી આવ્યા અને તેમણે એકબીજાની મદદથી ગુનો કર્યો હોવાથી તેમના વિરૂદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here