[ad_1]
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પહેલી વખત આજે ઈન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં યુનિવર્સિટી કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ ૫૧ દેશોની ૮૦ થી વધારે વાનગીઓ રજૂ કરી હતી.
હાલમાં યુનિવર્સિટીમાં ૧૮૬ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓ પોતાના દેશની વાનગીઓનો સ્વાદ વડોદરાના લોકોને પણ ચખાડી શકે તે માટે ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ દ્વારા આજે આ ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો.જેમાં વિદેશી વિદ્યાર્થીઓએ જાતે પોતાના દેશની વાનગીઓ બનાવીને મહેમાનો સમક્ષ રજૂ કરી હતી.
ફૂડ ફેસ્ટિવલમાં આવેલા લોકોએ કેટલીક વાનગીઓ અંગે ઉત્સુકતા દર્શાવી હતી અને વિદ્યાર્થીઓએ તેની રેસિપિ પણ લોકો સાથે શેર કરી હતી.
સત્તાધીશોનુ કહેવુ છે કે, વિદેશી વિદ્યાર્થીઓ અને વડોદરાના લોકો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન વધે તે માટે આ પહેલો કાર્યક્રમ યોજાયો છે અને હવે જ્યારે નોંધપાત્ર પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની બીજી ઈવેન્ટ પણ યોજવામાં આવશે.
[ad_2]
Source link