[ad_1]
વડોદરાઃ વડોદરા નજીક સાવલીના ડેસર પાસે ૧૩૦ કરોડ રુપિયાના ખર્ચે બની રહેલી અને ૧૧૦ એકરમાં ફેલાયેલી સ્પોર્ટસ યુનિવર્સિટીનો ફેબુ્રઆરી મહિનામાં પ્રારંભ થાય તેવી શક્યતાઓ છે.હાલમાં યુનિવર્સિટીનુ બાંધકામ ૮૫ ટકા પૂરુ થઈ ગયુ છે.આગામી મહિને યુનિવર્સિટીની વહિવટીપાંખનુ ગાંધીનગરથી વડોદરા સ્થળાંતર કરવામાં આવશે.આમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, અધિકારીઓ તેમજ કર્મચારીઓ આગામી મહિનાથી નવા કેમ્પસમાં ફરજ બજાવશે.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અર્જુનસિંહ રાણાએ કહ્યુ હતુ કે, ગુજરાત સરકારની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનુ નવુ કેમ્પસ મોટાભાગની સુવિધાઓથી સજ્જ થઈ ગયુ છે.સ્વિમિંગ પુલ, સ્પોર્ટસ ટ્રેક અને રમત ગમતના મેદાન જેવી ગણતરીની સુવિધાઓનુ કામ પણ છેલ્લા તબક્કામાં છે.૩૧ ડિસેમ્બર સુધીમાં યુનિવર્સિટીનુ કેમ્પસ તૈયાર થઈ જશે અને ફેબુ્રઆરી મહિનામાં તેનુ લોકાર્પણ થાય તેવી શક્યતા છે.
ગુજરાતના વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રમાં આગળ વધે તેમજ ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષક અથવા તો વિવિધ રમતોના કોચ તરીકે ડિગ્રી મેળવીને કામ કરી શકે તે માટે યુનિવર્સિટીની સ્થાપના આમ તો ૧૦ વર્ષ પહેલા થઈ હતી પણ તેને અલાયદુ કેમ્પસ હવે મળશે.અત્યારે યુનિવર્સિટીનુ સંચાલન ગાંધીનગર ખાતે અને માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતેથી કરવામાં આવે છે.વિદ્યાર્થીઓ આ બે જગ્યાએ અભ્યાસ કરે છે.વાઈસ ચાન્સેલર અર્જુન સિંહ રાણાના કહેવા પ્રમાણે યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટસ એજ્યુકેશન, કોચિંગ અને ટ્રેનિંગને લગતા અલગ અલગ સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી અને પીએચડી કોર્સ ઓફર કરવામાં આવી રહ્યા છે.કોરોના કાળમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.જેના કારણે યુનિવર્સિટીમાં તેમજ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં હાલમાં ૨૧૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. યુનિવર્સિટીમાં સીધો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૦ જેટલી થવા જાય છે.યુનિવર્સિટી કેમ્પસનુ લોકાર્પણ થયા બાદ વિદ્યાર્થીઓને કેમ્પસમાં બોલાવીને અભ્યાસ કરવા અંગે વિચારણા કરાશે.
[ad_2]
Source link