વડોદરા શહેરમાં જોખમી બનતા લાકડાના પીઠા, હરણી બાદ છાણીના પીઠામાં આગ

0
111

[ad_1]

વડોદરા, તા. 20 નવેમ્બર 2021 શનિવાર 

વડોદરા શહેરમાં આવેલા લાકડાના પીઠા દિવસે દિવસે જોખમી બની રહ્યા છે. આજે મળસ્કે છાણી વિસ્તારમાં આવેલા લાકડાના પીઠામાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો.

દિવાળી પહેલા હરણી વિસ્તારમાં આવેલા લાકડાના બે પીઠા આગમાં લપેટાયા હતા. જેને પગલે ફાયર બ્રિગેડે બાકીના દસથી બાર પીઠા બચાવી લીધા હતા અને રહેણાંક વિસ્તાર ખાલી કરાવ્યો હતો.

ઉપરોક્ત બનાવ બાદ આજે મળસ્કે છાણી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા લાકડાના વધુ એક પીઠામાં આગ લાગી હતી. પવનના કારણે આગ ઝડપભેર પ્રસરી હતી. જેને પગલે વડોદરા ફાયર બ્રિગેડને આગ કાબુમાં લેતા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્રણ કલાક બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ ફટાકડા ને કારણે મોડી રાતે આગ લાગી હોય અને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ માની શકાય છે. જેથી આગનું કારણ જાણવા ફોરેન્સીક વિભાગની પણ મદદ લેવામાં આવનાર છે. આગના બનાવમાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ નથી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here