સુરત: વરાછામાં કારખાનામાં ઘુસી હાથ પકડી જબરજસ્તી કરનાર રોમિયોને યુવતીએ મેથીપાક આપ્યો

0
110

[ad_1]

છેલ્લા પંદર દિવસથી યુવતીનો પીછો કરી મોબાઇલ નંબર માંગતો હતો, નંબર નહીં આપતા મોપેડ પર પોતાનો નંબરની કાપલી ચોંટાડી હતી

સુરત, તા. 20 નવેમ્બર 2021 શનિવાર

વરાછાના ગજેરા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હીરાના કારખાનામાં નોકરી કરતી યુવતીનો પીછો કરી મિત્રતા કેળવવાનો પ્રયાસ કરવાની સાથે કારખામાં ઘુસી જઇ હાથ પકડી લઇ જબરજસ્તી કરવાનો પ્રયાસ કરી મારી નાંખવાની ધમકી આપતા મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો છે.

શહેરના લસકાણા વિસ્તારમાં રહેતી નીતા (ઉ.વ. 23 નામ બદલ્યું છે) વરાછા અંકુર સોસાયટી નજીક ગજેરા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હીરાના કારખાનામાં નોકરી કરે છે. છેલ્લા પંદરેક દિવસથી એક યુવાન નીતાનો સતત પીછો કરી કારખાના સુધી ઘસી આવતો હતો. સતત પીછો કરનાર યુવાને નીતા પાસે મોબાઇલ નંબરની માંગણી કરતો હતો. પરંતુ નીતાએ નંબર આપવાનો ઇન્કાર કરતા તેણે પોતાનો મોબાઇલ નંબર લખેલી કાપલી નીતાના એક્ટિવા પર ચોંટાડીને જતો હતો. 

નીતાએ વાત કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હોવા છતા પીછો કરવાનું ચાલુ રાખતા નીતાએ કારખાના માલિકને જાણ કરી હતી. માલિકે યુવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતા યુવાને પીછો કરવાનો ચાલુ રાખ્યું હતું અને ગત રોજ નીતા કારખાને આવી ત્યારે તેનો પીછો કરતા કારખાનાના બીજા માળ સુધી ઘસી ગયો હતો અને હાથ પકડી લઇ જબરજસ્તી કરવાનો પ્રયાસ કરી હું ઘણા સમયથી મોબાઇલ નંબર માંગું છું, તેમ છતા તું કેમ તારો નંબર આપતી નથી, તું બહાર નીકળ તને જાનથી મારી નાંખીશ. તેવી ધમકી આપતા નીતાએ બુમાબુમ કરતા કારખાના માલિક અને અન્ય કારીગરો દોડી આવી યુવાનને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. 

પોલીસે યુવાનનું નામ પૂછતા તેણે સર્વેશ શ્રીપ્રસાદ રાજભર (ઉ.વ. 22 રહે. ગૌશાળા, સ્વામીનારાયણ મંદિર અને મૂળ. સુલામાગામ, તા. દિદારગંજ, જિ. આઝમગઢ, યુ.પી) ની ધરપકડ કરી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here