ખેડબ્રહ્મામાં ત્રિવેણી સંગમે પિતૃઓના અસ્થિ વિસર્જન માટે શ્રદ્ધાળુઓ ઉમટયા

0
92

[ad_1]

ખેડબ્રહ્મા,
તા. 19

ખેડબ્રહ્મા ભૃગુઋષી આશ્રમ નજીક ત્રણ નદીઓ હરણાવ, કૌસંબ અને ભીમાક્ષીના
આ સંગમમાં આજે પીતૃઓની અસ્થીના વિસર્જન કર્યા હતા. સાબરકાંઠાના વડાલી
, ઇડર, વિજયનગર તેમજ રાજસ્થાનના
ડુંગરપુર બાંસવાડા ખેરવાડાના લોકો અહિયા આવ્યા હતા અને બ્રાહ્મણો દ્વારા વિધી વિધાન
કરાવી અસ્થી વિસર્જન કરી હતી.

ખેડબ્રહ્માની આ પવિત્ર ભૂમી ઉપર ભૃગુઋષી આશ્રમ પાસે ત્રણ નદીઓનો
સંગમ થાય છે. જેમાં હરણાવ
,
કૌસંબી અને ભીમાક્ષી આ ત્રણ નદીઓના ત્રવીણે સંગમમાં અસ્થી વિસર્જનનું ખુબ જ મહત્વ
છે. આ જગ્યા ઉપર પૌરાણીક શાસ્ત્રોક માન્યતાઓ મુજબ ભૃગુઋષી અહિ મોટુ એક તપ કરી ગંગાજીને
પ્રગટ થવાનું કહેતા ગંગામા અહિ વહેલી સવારે પાણીની ધાર રૃપે પ્રગટ થતા હોય છે. આજે.
કારતકી પુનમ હોવાના કારણે આ ત્રિવેણી સંગમમાં અસ્થી વિસર્જનનું ખુબ જ મહત્વ છે.

આજે મોટી સંખ્યામાં લોકોએ પોતાના પીતૃઓની અસ્થીનું વિસર્જન કર્યુ
હતુ અને આ વીધી બપોરે ૧૨ વાગ્યા સુધી ચાલી હતી. જે લોકો ગયાજી જઇ શકતા નથી તેઓ અહિ
વિધી વિધાન કરાવી ગયાતુલ્ય પુન્ય મેળવે છે. આજે વહેલી સવારથી જ વડાલી
, ઇડર, વિજયનગર, ભીલોડા, રાજસ્થાનના ખેરવાડ, બાંસવાડા, ડુંગરપુર વિસ્તારના
ગામોના લોકો આવ્યા હતા અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ભૃગુઋષી મહારાજના દર્શન કરી
સાથે લાવેલ ભોજન કર્યું હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here