[ad_1]
હિંમતનગર,
તા.19
કમોસમી માવઠાના કારણે વાત્રક ડાબાકાંઠાની નહેરમાં ચાલતા સમારકામમાં
વિધ્ન આવતાં આજથી ડાબાકાંઠાની નહેરમાં પાણી છોડવાનું મુલત્વી રાખવાનો તંત્રએ નિર્ણય
લીધો છે. તા.ર૩ નવેમ્બરથી ૧૦૦ ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવશે જેનાથી ડાબાકાંઠા
વિસ્તારની ર૦૦૦ હેક્ટર જમીનને રવી સીઝન માટે સિંચાઈનો લાભ મળશે.
રાજ્યમાં ઠંડીની જમાવટના કારણે રવી વાવણીમાં ઝડપ આવી હતી. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના
જળાશયોમાંથી સરકારની સૂચના પછી ખેડૂતોને રવી ખેતી માટે સિંચાઈના પાણી આપવાની શરૃઆત
થતાં ઝડપથી વાવેતર વિસ્તાર વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વાત્રક જળાશયની ડાબાકાંઠાની
મુખ્ય કેનાલમાં ભેમપોડા નજીક પાણી જમતું હતું જેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં અડચણ
આવતી હતી. આ અંગેની રજૂઆત વિભાગ સમક્ષ થયા પછી છેલ્લા કેટલાક દિવસથી ડાબાકાંઠાની કેનાલમાં
મરામત કામ ચાલી રહ્યું છે. ત્યાં ગત રોજ કમોસમી વરસાદના કારણે કામગીરીમાં અડચણ આવતાં
તા.ર૦ નવેમ્બરથી ડાબાકાંઠાની નહેરમાં સિંચાઈ માટે પાણી છોડવાનું મુલત્વી રાખવામાં આવ્યું
હતું. તા.ર૩ નવેમ્બરથી સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવામાં આવશે.
માલપુર, બાયડ તાલુકાના ખેડૂતો
સિંચાઈનાં પાણી છોડાય તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા ત્યાં કમોસમી માવઠું વરસતાં
શુક્રવાર સવારથી ઠંડી ગાયબ થઈ છે. ઠંડી ફરી જમાવટ નહીં કરે ત્યાં સુધી ખેડૂતો વાવણી
કરે તેવું જણાતું નથી.
ડાબાકાંઠામાં લાભિત ગામ
વાત્રક ડાબાકાંઠાની નહેરમાં તા.ર૩ નવેમ્બરથી ૧૦૦ ક્યુસેક પાણી
છોડવામાં આવશે જેથી ભેમપોડા,
ગોહીલનામુવાડા, સખવાણિયા, પટેલીયાનામુવાડા, ઉભરાણ, પૂંજાપુર, રડોદરા, ગાબટ, સરસોલી, વસાદરા, કોજણ, કોજણકંપા, અજબપુરા વિસ્તારના
ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.
તા.ર૩ નવેમ્બરથી સિંચાઈ માટે પાણી છોડાશે: સિંચાઈ ઈજનેર
વાત્રક જળાશય યોજનાના નાયબ કાર્યપાલક ઈજનેર સંસ્કારભાઈ બ્રહ્મભટ્ટ
જણાવ્યું કે માવઠાના કારણે મરામતના કામમાં અડચણ આવી હતી જેથી તા.ર૦ નવેમ્બરથી વાત્રક
જળાશયની મુખ્ય ડાબાકાંઠાની કેનાલમાં છોડવામાં આવનારૃ સિંચાઈનું પાણી હવે તા.ર૩ નવેમ્બરે
છોડવામાં આવશે.
[ad_2]
Source link