ઉત્તર ગુજરાતમાં બે દિવસથી વરસી રહેલા વરસાદથી લાખો હેક્ટરના પાકમાં તોળાતું સંકટ

0
147

[ad_1]

મહેસાણા,
પાટણ, પાલનપુર,ડીસા,ભીલડી,દાંતીવાડા,દિયોદર, તા.19

ઉત્તર ગુજરાતમાં બે દિવસથી વાતાવરણમાં એકાએક આવેલા પલટાને
કારણે મહેસાણા
, પાટણ અને
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક  ઝરમરીયો
કમોસમી વરસાદ પડી રહ્યો છે.સતત બીજા દિવસે ત્રણેય જિલ્લાના ૧૫થી વધુ તાલુકાઓમાં
વરસાદના ભારેથી હળવા ઝાપટાં પડયા હતા.જેના લીધે આ પંથકના ખેડૂતોએ પોતાના ખેતરોમાં
કરેલા ઘઉં
, જાર, બાજરી, કપાસ જેવા પાકોના
પાછોતરા વાવેતરને વ્યાપક નુકશાન થવાની ભિતી સર્જાતા ચિંતાતુર બન્યા છે. જ્યારે
કેટલાક સ્થળોએ ખેતરમાં કાપણી કરેલા કૃષિપાકો વરસાદમાં પલળી જતાં ખેડૂતોને પડતા પર
પાટું વાગ્યા જેવો ઘાટ સર્જાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં બે દિવસથી
માવઠું થયું છે. મહેસાણા
,
પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ અનેક તાલુકાઓમાં ઝરમરીયો
વરસાદ પડયો હોવાથી આ પંથકના ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા.શુક્રવારે પણ
વાદળો ગોરંભાયેલા રહ્યા હતા તેમજ  ધુમ્મસ
છવાયેલો રહેતા  ત્રણ જિલ્લામાં આવેલા
ખેરાલુ
, મહેસાણા, વિસનગર, ઉંઝા, સતલાસણા, પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દિયોદર, કાંકરેજ, ડીસા, ધાનેરા, પાટણ, સિધ્ધપુર, વારાહી, સરસ્વતી, ચાણસ્મા સહિતના
તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં સાંજના સુમારે ફરીથી
ધોધમાર વરસાદ તુટી પડયો હતો.જયારે મહેસાણા અને પાટણ જિલ્લામાં મેઘરાજાએ ખમૈયા
કર્યા હતા.બનાસકાંઠામાં હાલં બટાકા નું વાવેતર અને મગફળીની કાપણીના સમયે કમોસમી
વરસાદથી વ્યાપક નુકસાનની ભિતી સેવાઈ રહી છે.મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ
ખેતરોમાં તૈયાર થયેલા ઉભા પાકની કાપણી શરૃ થઈ છે.જયારે બાજરી
, જાર, કપાસ,ઘઉં જેવા પાકોના
કરેલા પાછોતરા વાવેતરને પણ મોટો નુકશાન થવાની સંભાવના જણાય છે. કોરોના કાળમાં
આર્થિક રીતે પાયમાલ થયેલા આ પંથકના ખેડૂતોને રવિપાક સારો થવાની આશા હતી. પરંતુ
કમોસમી વરસાદ થવાના કારણે તેઓ લાચાર બન્યા છે.નોંધપાત્ર છે કે
, ઉત્તર ગુજરાતમાં
વરસાદે ઘમરોળતા શિયાળાની ઠંડીમાં ગરમ વસ્ત્રો અને તાપણાની તૈયારી કરી રહેલા લોકોને
નાછુટકે રેઈનકોટ અને છત્રીઓ કાઢવાની ફરજ પડી છે.

કમોસમી વરસાદથી બટાટાની ખેતીમાં ભારે નુકસાન

કાંકરેજ  અને
દિયોદરમાં બીજા દિવસે સતત વરસાદ પડવાથી ખેડૂતોને બટાકાના વાવેતરમાં નુકસાન થયું છે
તળાવની જેમ પાણીથી ખેતર ભરાયા પાકમાં નુકસાનની ભીતિ કાંકરેજ તાલુકાના માળી ગોળીયા
ગામે વાવેતર બટાકાનું કરાયું હતું .કમોસમી માવઠાથી ખેતરમાં પાણી ભરાઈ જતાં બટાકા
નું વાવેતર કરેલ સંપૂર્ણ નાશ  થયો છે.આ
પંથકમાં ે રવિ પાક માં બટાકા
,
મગફળી , જીરૃં , ઇસબગૂલ , ઘઉં જેવા પાકો
માં નુક્સાન થવાની ભિતી છેલ્લા બે દિવસ ના કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો ના મોંઘા
ભાવ ના બટાકા ના બિયારણ લાયેલા કાપેલા વરસાદ વરસતા વાવેતર માં વિલંબ થતા બિયારણ
બગડી રહ્યા છે.

દિયોદર માર્કેટયાર્ડમાં ૧ હજારથી વધુ મગફળીની બોરી પલળી

ઉત્તર ગુજરાત માં છેલ્લા બે દિવસ થી કમોસમી વરસાદ પડી રહો
છે જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ અનેક તાલુકા માં કમોસમી વરસાદ ના કારણે ખેડૂતો
ને રડાવ્યા છે જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તાર માં મોડી રાત્રે કમોસમી
માવઠું થતા ખેડૂતો ને જીવ તાળીયે બંધાયા હતા જો કે દિયોદર નવીન માર્કેટ યાર્ડ માં
વહેપારીઓ દ્વારા મગફળી ખરીદવામાં આવી હતી જેમાં એકાએક કર્મોસમી વરસાદ વરસતા
માર્કેટ યાર્ડ માં ૧ હજાર થી વધુ મગફળી ની બોરીઓ પલળી ગઈ હતી આ બાબતે વહેપારીઓ એ
જણાવેલ કે વર્તમાન સમય ખેડૂતો પાસે થી મગફળી ખરીદવામાં આવી હતી જેમાં કમોસમી વરસાદ
થતાં મગફળી ની બોરીઓ પલળી ગઈ છે જેના કારણે નુકશાન આવશે જેમાં વહેપારીઓ અન્ય માલ
પણ ગોડાઉન માં ભરવાનું ચાલુ કર્યું હતું જો કે હજુ વાદળછાયું વાતાવરણ હોવાથી
વહેપારી ઓ ચિંતા માં મુકાયા છે.

દિયોદર માં બીજા દિવસે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા

દિયોદર શહેર માં વિવિધ નીચાંણવાળા વિસ્તાર માં પાણી ભરાયા
હતા જેમાં જુના બસ સ્ટેશન
,
માર્કેટ યાર્ડ, પોલીસ
સ્ટેશન લાઈન
, દેલવાડા
રોડ
, હાઇવે, ગોકુળ નગર
સોસાયટી
, ગુરુદત્ત
સોસાયટી જેવી અનેક સોસાયટી માં વરસાદી પાણી ભરાયા હતા.

વરસાદે લગ્ન પ્રસંગોની મજા બગાડી

મહેસાણા,
પાટણ અને બનાસકાંઠા શુક્રવારે અનેક જગ્યાએ લગ્ન પ્રસંગ યોજાયા હતા. જેમાં
વરસાદ વિરામ લેવાનું નામ ન લેતા કેટલાક લગ્ન પ્રસંગ માં મંડપ પાણી માં ગરકાવ થઈ
જતા લગ્નના મૂહુર્ત પ્રસંગે કમોસમી વરસાદની એન્ટ્રી થતા લગ્નની મજામાં ભંગ પડયો
હતો અને લોકોને લગ્ન સમારોહ અને જમણવારના સ્થળ બદલવાની ફરજ પડી હતી.

પાંથાવાડામાં વરસાદમાં કાપણી કરેલ પાક બગડયો

દાંતીવાડા તાલુકાના પાથાવાડા ગામમાં  બે દિવસથી કમોસમી વરસાદ વરસતા ધરતી પુત્રો
ચિતાતૂર બન્યા હતા.ખેતરોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા તેમજ માર્કેટયાર્ડ પાસે આવેલ
સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા હતા.જ્યારે ખેતરમાં કાપણી કરી પડેલ  પાક પલળી જતાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો
આવ્યો છે.

 રતનપુર નજીક હાઈવે પર ઢીંચણ સુધી પાણી ભરાયા
પાલનપુરમાં ત્રણ અને વડગામમાં બે ઇંચ વરસાદ ખાબક્તાં જનજીવન
ખોરવાયું
નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક લોકો ભારે હાલાકીમાં મુકાયા
પાલનપુર,તા.19

બનાસકાંઠામાં વરસાદની આગાહી વચ્ચે પાલનપુર અને વડગામમાં
દિવસ ભર વરસાદ ખાબક્યો હતો જેને લઈ સાંજ સુધીમાં પાલનપુરમાં ત્રણ ઇંચ અને વડગામમાં
બે ઇંચ વરસાદ નોંધાયો હતો જોકે આ ભારે વરસાદ ના પગલે ચોમેર વરસાદી પાણી ન ઘોડાપૂર
ઉમટયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં 
વરસાદી પાણીમાં ઘરકાવ થતા જનજીવન ખોરવાયું હતું.

ૉબનાસકાંઠામાં બળ દિવસ થી વરસાદ સક્રિય બનતા ઠેરઠેર છૂટો
છવાયો વરસાદ પડી રહ્યો છે જેમાં પાલનપુર વહેલી સવાર થી જ મેઘ મહેર શરૃ થઈ હતી જે
મોડી સાંજ સુધી અવિરીત ચાલુ રહેલા બાર કલાક માં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને
લઈ આબુ હાઈવે રતનપુર નજીક હાઇવે પર ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા
હતા તેમજ ગણેશપુરા આંબાવાડી વિસ્તાર વરસાદી પાણી માં ગરકાવ થતા સ્થાનિકો મુશ્કેલી
માં મુકાયા હતા જોકે વડગામ માં પણ દિવસભર મેઘ મહેર ચાલુ રહેતા અહીં બે ઇંચ વરસાદ
નોંધાયો હતો. જેને લઈ વરસાદી પાણીની રેલમછેલ થઈ હતી જોકે આ કમોસમી વરસાદ થી વાવેતર
ને ભારે નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.

 પાટણ ના પ્રથમ રેલ્વે ગરનાળા પાસે
માવઠાને કારણે ભરાયેલા વરસાદી પાણીમાં વાહનો ફસાયા
પાલિકા દ્વારા  દીશા સુચક બોર્ડ અને પાણીના યોગ્ય નિકાલના અભાવે નગરજનોને હાલાકી
પાટણ તા.19

 બે દિવસથી પાટણ
શહેર માં પડી રહેલાં કમોસમી મૂશળધાર વરસાદનાં કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની
સમસ્યાઓ સજાવા પામી છે.શહેરના રેલવે પ્રથમ ગરનાળા વિસ્તારમાં ભરાયેલા વરસાદી
પાણીના કારણે આ માગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે પરેશાની
ભોગવવાનો વારો આવ્યો છે.

શુક્રવારના રોજ આ વિસ્તારમા ભરાયેલા વરસાદ નાં પાણીની સાથે
સાથે છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તાર ની ચોક અપ બનેલી ભૂગર્ભ ગટર લાઇન નાં દુષિત
પાણીના કારણે આ ગરનાળામાં કેડ સમા પાણી ભરાયાં હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ માગ
પરથી અવર જવર કરતા વાહનો માટે કોઈ પણ પ્રકારના દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવેલ ન
હોવાનાં કારણે   વાહન ચાલકો પોતાના વાહન
છેવટે પાણી માં નાખી ને પસાર થાય છે અને છેવટે વાહન બંધ થવાના પ્રશ્ન થી વાહન
ચાલકો ને ધકકા ના સહારે પોતાના વાહનો બાર કાઢવા મજબૂર બન્યા છે ત્યારે પાલિકા
દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણી નાં કારણે દીશા સુચક બોડ
મારવાની સાથે પાણી નાં નિકાલ માટેની યોગ્ય 
વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પાટણ જિલ્લામાં બીજા દિવસે
કમોસમી વરસાદથી કપાસ,
જુવાર, બાજરી, એરંડાના પાકને
સંકટ
પાટણસિધ્ધપુરવારાહીસરસ્વતીચાણસ્મા તાલુકામાં માવઠું થતાં નુકશાન
પાટણ તા.19

પાટણ જિલ્લામાં દિવસ દરમિયાન સતત વરસાદ ચાલુ રહ્યો હતો તો
હવામાન વિભાગ દ્વારા બે દિવસની આગાહીને પગલે શુક્રવારે પણ પાટણ શહેર સહિત જિલ્લાના
સિદ્ધપુર
, વારાહી, સરસ્વતી, ચાણસ્મા સહિત
અનેક વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદના ઝાપટા શરૃ થયા હતા.

સતત બીજા દિવસે પણ કોમસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોનો વાવેતર
કરાયેલ કપાસ
, જાર, બાજરી, એરંડા સહિતનો પાક
સંકટમાં મુકાયો હતો
, જેને કારણે
ખેડૂતો નાં ચહેરા પણ ચિંતિત બન્યા હતા.કમોસમી વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારો સહિત
રેલવે ગરનાળા
, કોલેજ અન્ડર
બ્રિજમાં પાણી ભરાયા હતા
,
તો વરસાદ નાં પાણી ભરાવાની સમસ્યા ને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ સહિત શહેરીજનોને
અનેક મુશ્કેલી  ભોગવવી પડી હતી.

 યાત્રાધામ  ખાતે દેવ દિવાળીના દિવસે
ઢીમામાં કારતક મહિનાની પૂનમે  વરસાદ વચ્ચે મેળો ભરાયો
પરંપરા મુજબ 365 દીવડાઓની દીપમાળા ભરવામાં આવે છે
ઢીમા,તા.19

મીની દ્વારકાથી ઓળખાતા પવિત્ર યાત્રાધામ ઢીમામાં કારતક સુદ પૂનમે ચાલુ વરસાદ વચ્ચે લોકમેળો યોજાયો હતો .ધરણીધર દાદાના દર્શન કરવા યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

યાત્રાધામ ઢીમામાં  વરસાદ ચાલુ હોવા છતાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દેવ દિવાળીના દિવસે ે પૂર્વજોના આત્માને શાંતિ મળે તેને લઈને ૩૬૫ દીવડાઓથી દીપમાળા ભરવામાં આવે છે .ે કારતક મહિનાની એકમથી લઈને પૂનમ સુધી મોટા પ્રમાણમાં દૂરદૂરથી યાત્રાળુઓ ધરણીધર ભગવાનના ધામમાં દિપમાળા ભરવા ઉમટી પડે છે .ે પૂનમ સુધી પણ યાત્રાળુઓએ મોટા પ્રમાણમાં દીપમાળા ભરવા તેમજ દાદાના દર્શન કરવા ઉમટી પડયા હતા અને શાંતિપૂર્ણ મેળો સંપન્ન થયો હતો.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here