ટ્રક, ટેન્કર, કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં છને ઇજા

0
132

[ad_1]


– ગંભીરા-બોરસદ માર્ગ ઉપરનો બનાવ

– 108ની ટીમે પાંચ ઇજાગ્રસ્તોને વડોદરા ખસેડયા ટ્રકમાં એક શખ્સ ફસાતા રેસ્ક્યુ હાથ ધરાયું

વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા બ્રીજથી બોરસદ રોડ ઉપર અડધો કિલોમીટરના માર્ગે શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકના અરસામાં ટ્રક, ટેન્કર, ફોરવ્હીલર, મોટર સાયકલ, કવોલીસ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોમાં મુસાફરી કરી રહેલા છ મુસાફરોને ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ તેઓને પ્રથમ આંકલાવ આરોગ્યકેન્દ્ર અને ત્યારબાદ વડોદરા ગોત્રી હોસ્પિટલમા ખસેડયા છે. જોકે ટ્રકની કેબિનમાં ફસાઇ ગયેલા ઇસમને કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરાયુ છે.

ગંભીરા બ્રિજથી અડધો કિલોમીટર દુર બપોરે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર, ટ્રક, ફોરવ્હીલર તેમજ મોટર સાયકલ વચ્ચે અકસ્માત થતાં વાહનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ બચાવ માટે ચિચીયારીઓ અને શોરબકોર મચાવી મુકતા નજીકમા આવેલી દુકાનો, રહેઠાણ સ્થળોમાંથી રહીશોએ દોડી આવીને ૧૦૮ને જાણ કરી પ્રારંભિક બચાવ રાહતકાર્ય હાથ ધર્યુ હતુ. જોકે કિંખલોડ તેમજ મુંંજપુરાની ૧૦૮ની બે એમ્બ્યુલન્સ વાને સ્થળ ઉપર દોડી આવી પાંચ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આંકલાવ સીએચસીમાં ખસેડયા હતા. જોકે વધુ સારવારની જરૂરિયાત જણાતા પાંચેય મુસાફરોને વડોદરાની ગોત્રી હોસ્પિટલમા ખસેડાયા છે. ત્યારે બીજી તરફ ટ્રકની કેબિનમાં એક શખ્સ ફસાઇ જતાં તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આંકલાવ ૧૦૮ની એમ્બ્યુલન્સ સહિતની ટીમ સ્થળ ઉપર તૈનાત કરવામા આવી હોઇ જે સ્થાનિક તંત્ર સાથે મળીને રેસ્કયુની કામગીરીમા જોડાઇ છે. જોકે આ લખાઇ રહ્યુ છે ત્યાં સુધી કોઇ જાનહાનિ સર્જાઇ નહીં હોવાનુ ૧૦૮ના ફરજ પરના કર્મીએ જણાવ્યુ છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here