વડોદરા: કેન્દ્રએ નવો કૃષિ કાયદો પરત ખેંચતા શહેર કોંગ્રેસે ઉજવણી કરી

0
159

[ad_1]

વડોદરા, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર

આજે સવારે 9 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સંબોધિત કરીને તાજેતરમાં લાગુ કરવામાં આવેલા ત્રણ નવા કૃષિ કાયદા પરત  ખેચી લીધા છે. રાજકીય નિષ્ણાંતો આ નિર્ણયને આવનારા ઈલેક્શનમાં ગેમ ચેન્જર ગણી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પોતાની જીત ગણાવી ને ઉજવણી કરી રહી છે.

પંજાબ હરિયાણા ખેડૂતો છેલ્લા એક વર્ષતી સરકાર સાથે વાટાઘાટો સહીત અંદોલન કરીને કાયદો પરત ખેચવા માટે લડત આપી રહ્યા હતા. જે બાદ આજે ત્રણેય નવા કૃષિ કાયદા પરત ખેચી લેવામાં આવ્યા છે. 

આ કાયદા પરત ખેચાતા આજે વડોદરા શહેર કોંગ્રેસે ઉજવણી શરુ કરી હતી. ખેડૂતોના આંદોલનમાં કોંગ્રેસનું સમર્થન હતું પરંતુ કોંગ્રેસ ઘણા સમાંથી આ આંદોલન માંથી હાથ કાઢી ચુકી હતી. તેમ છતાય કેન્દ્ર સરકારના નિર્ણય ને પોતાની જીત ગણાવી ને આજે ઉજવણી કરવામાં આવી હતી.  આજે શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એ ભેગા મળીને લકડીપુલ સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલય બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા અમી રાવત,શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, પૂર્વ વિપસ્ખી નેતા ચંદ્રકાત ભથ્થું સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના નેતાઓનું કિસાન અંદોલનમાં યોગદાન કેટલું ?

કોંગ્રેસે ઉજવણી તો કરી પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ નું આ કિસાન અંદોલનમાં યોગદાન કેટલું છેલ્લા ઘણા સમયથી  પ્રદેશ કોંગ્રેસના સંગઠનનો કંટાળો તાજ પહેરવા કોઈ તૈયાર નથી, કૃષિ કાયદાનાવીરોધની વાત કરીએ તો કોંગ્રેસે પ્રતીકાત્મક વિરોધ શિવાય ગુજરાતમાં કોઈ ચળવળ કરી નથી. એક વર્ષ સુધી ચાલેલા આઆંદોલનમાં કોંગ્રેસની નેતાગીરી ખેડૂતોને આ કૃષિ કાયદાના નુકશાન પણ સમજાવી શકી નથી. 

ગુજરાતમાં ખેડૂતો પણ આ કૃષિ કાયદાના વિરોધ માં જોડાયા ન હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ક્યા મોઢે જીતની ખુશી મનાવે છે તે સમજાતું નથી . નબળી નેતાગીરીને કારણે સત્તા પણ ન સાચવી શકનાર ગુજરાત કોંગ્રેસ હવે પંજાબ હરિયાણા તરફના ખેડૂતોના અંદોલનની સફળતા નો જશ ખાંટવા મેદાને પડી છે તેમ માહીએ તો કોઈ અતિશયોક્તિ નથી .

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here