[ad_1]
સુરત, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર
સુરતમાં આગામી 24 નવેમ્બર ભાજપના સ્નેહમિલન સમારંભમાં 30 હજારથી વધુ કાર્યકરોને ભેગા કરવામાં આવશે. જોકે બીજી તરફ લગ્ન પ્રસંગ સામાજિક પ્રસંગે ધાર્મિક પ્રસંગમાં સરકારે મહેમાનોની સંખ્યા પર નિયંત્રણ કર્યું છે. સરકારની આવીને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા અને સરકાર દ્વારા લોકોને કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરવામાં આવે છે. સુરતીઓ બહારગામ ફરવા ગયા હોય તેને સુરતમાં એન્ટ્રી વખતે ફરજિયાત કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવવા આર.ટી.પી.સી.આર.નું સર્ટિફિકેટ સાથે રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરકાર અને પાલિકા તંત્ર પ્રજાની સામે કોરોના નિયમના અમલ કરવા માટે ભારે કડકાઈ દાખવી રહ્યું છે.
લોકો સામે વહીવટી તંત્ર આ ભારે કડકાઈ દાખવી રહ્યું છે. લોકોના ને લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે મહેમાનોને હાજરી પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે. જો વધારે લોકો ભેગા થાય કે માસ્ક નહીં હોય તો પગલાં ભરવામાં આવે છે. આવી જ રીતે સુરતના પ્રાણીસંગ્રહાલય, એક્વેરિયમ, જોન ઓફીસ અથવા સીટી બસમાં મુસાફરી માટે ડબલ વેક્સિનેશન હોય તો જ પ્રવેશ આપવામાં આવે છે.
બીજી તરફ ભાજપના સ્નેહમિલન સમારંભમાં 30 હજારથી વધુ લોકો ભેગા થઇ રહ્યા છે ત્યારે કોરોનાની કોઈપણ ગાઈડનું પાલન તંત્ર નહિ કરે તે નક્કી છે. કોરોનાની ગાઈડલાઈન માટે સરકાર અને પાલિકા તંત્રના કેટલા પ્રજા અને રાજકારણી માટે જુદા જુદા હોવાથી સુરતની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
[ad_2]
Source link