[ad_1]
વડોદરા, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ધોળે દિવસે કારનો કાચ તોડી બે બેંકોની ઉઠાંતરીનો બનાવ બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીપુરા વિસ્તારમાં અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા સુજલ ભાઈ ભટ્ટે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે બપોરે એક વાગે હું મહેસાણા નગર સર્કલ પાસે તાસ્કંદ સોસાયટીમાં રહેતા મારા સસરાને ત્યાં બાળકોને લેવા માટે ગયો હતો.
આ વખતે કાર રોડ પર પાર્ક કરી હતી તે દરમિયાન કોઈ ગઠીયો કારની પાછળના દરવાજાનો કાચ તોડી અંદરથી બે બેગ ઉઠાવી ગયો હતો. જેમાં રૂ 1.70 લાખ રોકડા, 2 મોબાઇલ, લેપટોપ અને ક્રેડિટ કાર્ડ જેવી ચીજ વસ્તુ હતી. ફતેગંજ પોલીસે બનાવ અંગે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link