અમદાવાદ-કંડલા ફ્લાઇટનું ટાયર ફાટયું, ૬૪ મુસાફરોના જીવ તાળવે

0
99

[ad_1]

અમદાવાદ, ગુરુવાર

અમદાવાદના ડોમેસ્ટિક
એરપોર્ટ પરથી ટ્ જેટની ફલાઇટે તેના નિર્ધારીત સમયે બપોરે કંડલા માટે ઉડાન ભરી હતી.
કંડલા એરપોર્ટ પર લેન્ડ થતા જ વિમાનનું પાછળનું ટાયર બ્રસ્ટ થતા ફલાઇટમાં સવાર મુસાફરોનો
આબાદ બચાવ થયો હતો. ફલાઇટના કેપ્ટને તાકીદે કંડલા એટીસીનો સંપર્ક કરી લેન્ડ થતા જ ફરીથી
ટેકઓફ કરાવી દીધુ હતી. આમ છેલ્લી ઘડીએ કેપ્ટને ફલાઇટને રન-વે પર ઉભુ રાખવાના બદલે મુસાફરોની
સુરક્ષા ધ્યાનમાં રાખ્યા વિના કેમ ટેકઓફ કરવાનો નિર્ણય લીધો તે મુદે અનેક તર્ક વિતર્ક
સર્જાયા છે. જવલ્લેજ બનતી ઘટના એવી હતી કે બર્સ્ટ થયેલા ટાયરે ફરીથી વિમાનને ટેકઓફ
કરાવી કંડલાથી અમદાવાદની જોખમી મુસાફરી કરી હતી.

અમદાવાદ કંડલાની
ટ્ જેટની ફલાઇટ  (૨્ ૭૭) આજે બપોરે ૨ઃ ૧૦ કલાકે
૬૪ મુસાફરો સાથે ટેકઓફ થઇ હતી. ફ્લાઇટ કંડલા એરપોર્ટ પર ૩ઃ ૧૦ કલાકે લેન્ડ થતા જ વિમાનનું
પાછળનું ટાયર બ્રસ્ટ થયાની જાણ થઇ હતી. જોકે, ટાયરમાં આગ ન લાગતા કેપ્ટને આ વિમાનને
રન-વે પર ઉભુ કરી દેવાને બદલે એર ટ્રાફિક કંન્ટ્રોલરનો સંપર્ક કરી ટે્કઓફ કરી દીધુ
હતું. ફલાઇટના કેપ્ટને પણ મુસાફરોને ટાયર બ્રસ્ટ થયુ હોવાનું એનાઉન્સમેન્ટ કરી પરત
અમદાવાદ એરપોર્ટ લઇ જવામાં આવતા મુસાફરોનો 
જીવ તાળવે ચોંટયા હતા.

કંડલા એરપોર્ટ
પર ઇમરજન્સી માટે કોઇ ઇક્વીપમેન્ટ ન હોવાથી વિમાનને અમદાવાદ લઇ જવાનો નિર્ણય લેવાયો
હતો. પરંતુ એવિએશન સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટાયર બ્રસ્ટ થયેલા વિમાનને
ફરીથી ટેકઓફ કરી પરત અમદાવાદ લાવી એક કલાકની જોખમી મુસાફરી ખેડવાનો નિર્ણય ખોટો છે.
જો બ્રસ્ટ થયેલા ટાયરમાં આગ લાગી હોત તો ફ્યુલ ટેન્કને લીધો એન્જિનમાં પણ લાગવાનું
જોખમ રહે આ સંજોગોમાં મુસાફરોના પણ જીવ જોખમમાં મુકાત. ઇમરજન્સી સમયે મુસાફરોની સુરક્ષા
પહેલી ધ્યાનમાં રાખવી પડે છે પરંતુ કેપ્ટને પરત વિમાનને ટેકઓફ કરી અમદાવાદ સુધી લાવવાનો
નિર્ણય ખોટો લીધો હતો.

આમ ટાયર બ્રસ્ટ
થયેલા વિમાનને પરત કંડલાથી અમદાવાદની જોખમી મુસાફરીથી જીવ તાળવે ચોંટયા હતા. દરમિયાન
ફલાઇટના કેપ્ટને અમદાવાદ એટીસીનો સંપર્ક કરી ઇમરજન્સી લેન્ડિંગનો મેસેજ આપતા ફાયરની
ટીમ રન-વે પર ગોઠવાઇ હતી. ફલાઇટે અમદાવાદ એરપોર્ટ પર બપોરે ચાર વાગ્યાની આસપાસ સુરક્ષીત
લેન્ડ કરાવી પાર્કીંગ બેમાં લઇ જવાઇ હતી. સહીલામત પરત અમદાવાદ આવેલા મુસાફરોએ રાહતનો
શ્વાસ લીધો હતો. આમ કંડલાથી અમદાવાદ આવતા ૬૯ મુસાફરો રઝળી પડયા હતા. આ ઘટનાને લઇ ડીજીસીએ
પણ તપાસ શરૃ કરી છે.

 

 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here