કોવિડ મહામારીને ધ્યાનમાં રાખી એક વર્ષ માટે અમદાવાદમાં હોટલ,સિનેમા સહિતની ૫૫૨૧ મિલ્કતોને ૪૭.૯૦ કરોડની પ્રોપર્ટી ટેક્ષમાં રાહત

0
199

[ad_1]


અમદાવાદ,ગુરુવાર,18
નવેમ્બર,2021

કોવિડ  મહામારીને
ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલી હોટલ
,
સિનેમા ઉપરાંત રીસોર્ટર્સ,
એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર
પાર્ક
,મલ્ટીપ્લેકક્ષ,જીમ્નેશીયમ
સહિતની ૫૫૨૧ મિલ્કતોને પ્રોપર્ટી ટેક્ષમાં રૃપિયા ૪૭.૯૦ કરોડની ચાલુ વર્ષમાં રાહત
આપવા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.દરમ્યાન જે માલિકોએ
વર્ષ-૨૦૨૧-૨૨નો પ્રોપર્ટી ટેક્ષ ભરી દીધો છે તેવા મિલ્કત ધારકોને ચાલુ વર્ષે
ભરવામાં આવેલી ટેક્ષની રકમ ડીમાન્ડ તરીકે જમા આપવામાં આવશે.

આ અંગે મળતી માહિતી મુજબ, રાજયમાં કોવિડ મહામારીને ધ્યાનમાં લઈ રાજય સરકાર તરફથી
મહાનગર પાલિકા અને નગર પાલિકા વિસ્તારમાં આવેલ હોટલ
, રીસોર્ટર્સ,રેસ્ટોરન્ટ,એમ્યુઝમેન્ટ
પાર્ક
, વોટરપાર્ક, સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ અને
જીમ્નેશીયમને પહેલી એપ્રિલ-૨૦૨૧થી ૩૧ માર્ચ-૨૦૨૨ સુધી એક વર્ષના સમય માટે
પ્રોપર્ટી ટેક્ષમાંથી મુકિત આપવા નિર્ણય કર્યો છે.આ પરિપત્રને ધ્યાનમાં લઈ અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ એનો અમલ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા આપતા કહ્યુ,રાજય સરકારે ગ્રાન્ટ
આપતા મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં આવેલા હોટલ
,સિનેમા,રેસ્ટોરન્ટ,એમ્યુઝમેન્ટ પાર્ક,વોટરપાર્ક,મલ્ટીપ્લેક્ષ અને
જીમ્નેશીયમને ચાલુ વર્ષ માટે પ્રોપર્ટી ટેક્ષમાંથી મુકિત આપવા સ્ટેન્ડીંગ કમિટી તરફથી
મંજુરી આપવામાં આવી છે.જેમણે પ્રોપર્ટી ટેક્ષની રકમ ભરી દીધી છે તેમને ભરેલી રકમ ક્રેડીટ
તરીકે જમા આપવામાં આવશે.

પ્રોપ્રટી ટેક્ષમાં કોને-કેટલી રાહત

૩૦૩૩
હોટલને ૩૦.૬૬ કરોડ

૨૧૩૬
રેસ્ટોરન્ટને ૧૧.૬૪ કરોડ

૬૧
સિનેમાઘરને ૯૫ લાખ

૨૮
મલ્ટીપ્લેક્ષના ૨.૭૯ કરોડ

૨૬૩
જીમ્નેશિયમના ૧.૮૫ કરોડ

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here