કોરોના મહામારીના સંદર્ભમાં અમદાવાદ મ્યુનિ.માં ભરતી મામલે વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરાયો

0
158

[ad_1]

     

  અમદાવાદ,ગુરુવાર,18 નવેમ્બર,2021

કોરોના મહામારીના સંદર્ભમાં રાજય સરકારના સામાન્ય વહીવટ
વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ અમદાવાદ મ્યુનિ.દ્વારા કરવાનો
નિર્ણય લેવાયો છે.જે મુજબ ૩૧ ઓગસ્ટ-૨૦૨૨ સુધી ભરતી માટે અગાઉ નકકી કરવામાં આવેલી
મહત્તમ વય મર્યાદા ૩૫ વર્ષને બદલે ૩૬ વર્ષ સુધી કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ,સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં ભરતી મામલે સરકારના
સામાન્ય વહીવટ વિભાગ તરફથી કરવામાં આવેલા નિર્ણયનો અમલ કરવા મંજુરી આપવામાં આવી
છે.જે મુજબ ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવાની જોગવાઈ છે. કોઈ
જગ્યા ભરવા માટે પહેલી સપ્ટેમ્બર-૨૦૨૧ અગાઉ જાહેરાત આપવામાં આવી હોય અને અરજી
કરવાની અંતિમ તારીખ પહેલી સપ્ટેમ્બર કે તે બાદની હોય એમાં વય મર્યાદાનો લાભ
આપવામાં આવશે.

સ્નાતક શેક્ષણિક લાયકાત માટે મહત્તમ વય મર્યાદા ૩૫ વર્ષના બદલે
૩૬ વર્ષની ગણવામાં આવશે.એસ.ટી.
,એસ.ટી., ઓ.બી.સી.આર્થિક નબળા
વર્ગ કે મહિલા અનામતની કેટેગરીના  ઉમેદવારોને
આપવામાં આવતી છૂટછાટ ૪૫ વર્ષથી વધે નહીં એ મુજબ આપવાની રહેશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here