દક્ષિણ ગુજરાતમાં માવઠું : ખેતી પાકોને નુક્સાન, શેરડી પિલાણ અટકવાની ભીતિ

0
79

[ad_1]

– વિજળીના કડાકા સાથે બારડોલીમાં 1 ઇંચથી વધુ, વલસાડમાં અડધો ઇંચઃ  દરિયા કિનારે
માછીમારોએ સૂકવેલા સીફુડને ભારે નુક્સાન

    સુરત

અરબી  સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમને પગલે હવામાન
વિભાગે કરેલી આગાહી મુજબ આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં
વિજળીના કડાકા સાથે એક ઇંચ સુધી કમોસમી વરસાદને પગલે ડાંગર
, જુવાર, નાગલી, શાકભાજીના 
પાકને વ્યાપક નુક્સાન થવાની ભીતિ છે. માછીમારોએ દરિયા કિનારે સૂકવેલા
બુમલાને પણ ભારે નુક્સાન થયું છે.

ગુરુવારે
સવાર સવારથી ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે બપોરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ તૂટી પડયો
હતો. સુરત જિલ્લાના બારડોલીમાં આજે ૧ ઇંચથી વધુ કમોસમી વરસાદ ખાબકયો હતો. કામરેજ ૩
મી.મી
, માંગરોળ
૯ મી.મી
, મહુવામાં ૩ મી.મી વરસાદ નોંધાયો હતો. અન્ય
તાલુકાઓમાં છુટોછવાયા છાંટા પડતા ખેડૂતો ચિંતામા મુકાયા છે. કમોસમી વરસાદ ખેડૂતો
માટે હંમેશા ચિંતાજનક અને નુકસાનકારક રહે છે. શાકભાજી સહિતના પાકમાં જીવાત પડતા
ફુલો ખરી જવાથી ઉત્પાદન ઘટવાની ભીતિ છે. પાક ઉપર દવા છંટકાવ કરવા ખેડૂતોના ખર્ચમાં
વધારો થશે. સુરત જિલ્લાની ૭ શુગર મિલોમાં શેરડી પિલાણ હાલ ચાલી રહ્યં છે તે પણ
અટકી ગયું હતું. અને શેરડી વહન કરતા વાહનોને પણ ખેતરોમાં પાણી ભરાતા શેરડી લોડ
કરવાનું મુશ્કેલ બન્યું છે.

વલસાડમાં
માવઠાંને લીધે ડાંગર
, જુવાર, નાગલી વગેરે પાકને નુક્સાન થયું હતું.
ઉમરગામના દરિયા કિનારે માછીમારોએ સુકવેલા બુમલાને પણ વરસાદથી ભારે નુક્સાન થયું
છે. બુમલાની વિદેશમા પણ મોટાપાયે નિકાસ થાય છે તેથી તે વેપારને પણ અસર થશે.
જિલ્લામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડયો હતો. આ સાથે નવસારી
, તાપી
અને ડાંગ જિલ્લામાં પણ માવઠાને લીધે ખેતીપાકોને નુક્સાન થયું છે. જ્યારે સંઘપ્રદેશ
દમણ અને સંઘપ્રદેશમાં પણ વરસાદી ઝાપટા પડયા હતા.

સુરત શહેરમાં
દિવસના સૂર્યદેવતાનું ચક્ર ફરતુ રહેતા ગરમી અનુભવાઇ

સુરત શહેરમાં
આજે કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદના ઝાપટા નોંધાયા હતા. પરંતુ દિવસના સૂર્યદેવતાનું
ચક્ર ફરતુ રહેતા દિવસના ગરમી અનુભવાઇ હતી. તાપમાન
34.2 ડિગ્રી, લઘુતમ તાપમાન
25.0 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 71
ટકા, હવાનું દબાણ 1007  મિલીબાર અને ઉતર-પૂર્વ દિશામાંથી કલાકના 6 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. જો કે બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવીને થોડીવાર
આકાશ વાદળોથી ઘેરાઇ ગયુ હતુ. અને કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા પડતા ઠંડક અનુભવાઇ
હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here